Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

હેમા માલિનીનો 'ફાઈવ સ્ટાર' પ્રચારઃ મર્સિડીઝ એસયુવીનો ઉપયોગઃ છત્રીથી ઠંડક આપે છે છોકરો

કારનો કાફલો હોય છે પ્રચારમાં

મથુરા, તા. ૧૨ :. મથુરા લોકસભા બેઠક પર ભાજપાએ ફરી એકવાર હાલના સાંસદ હેમા માલિની પર ભરોસો મુકયો છે. હેમા માલિની છેલ્લા ૧૦ દિવસથી મથુરામાં પ્રચાર કરી રહ્યા છે. અહીં બીજા તબક્કામાં એટલે કે ૧૮ એપ્રિલે મતદાન થવાનુ છે. પોતાના પ્રચાર દરમ્યાન હેમા માલિનીની તસ્વીરો ચર્ચાસ્પદ રહી છે. જેમાં એક તસ્વીરમાં તે ખેતરોમાં કામ કરતી મહિલાઓ સાથે જોવા મળે છે, તો કયારેક ટ્રેકટરમાં સવાર અને કયારેક ગ્રામીણ મહિલા સાથેની તસ્વીર અંગે પણ તેમની બહુ ચર્ચા થાય છે. કેટલાક લોકોએ આ ફોટાઓ અંગે સોશ્યલ મીડીયામાં તેમની ટીકા પણ કરી હતી, તો કેટલાક લોકોએ તેને અભિનય ગણાવ્યો હતો. જ્યારે હેમા માલિનીને આ અંગે પુછવામાં આવ્યંુ તો આવી બધી ટીકાઓથી હું પરેશાન નથી થતી. હું એક કલાકાર છું અને લોકો મારી સાથે અમુક પ્રકારના પોઝમાં ફોટો પડાવવા ઈચ્છે છે તો તેમા વાંધો શું છે ?

તેમના મત વિસ્તારના લોકો સાથે વાત કરવામાં આવી તો લોકોએ કહ્યું કે હેમા માલિકીએ ચૂંટણી પ્રચાર કરવાની જરૂર જ નથી. ભલે ભાજપાએ કોઈ વિકાસ ન કર્યો હોય પણ અમારો મત તો પણ મોદીજીને જ મળશે.

ઉલ્લેખનીય છે કે હેમા માલિનીનો સામનો આ વખતે મથુરામાં સપા-બસપા-રાલોદ ગઠબંધનના ઉમેદવાર કુંવર નરેન્દ્રસિંહ સામે છે. ગઠબંધનમાં નક્કી થયા પ્રમાણે મથુરા બેઠક રાલોદને મળી છે. જ્યારે કોંગ્રેસે અહીં મહેશ પાઠકને ટીકીટ આપી છે. જણાવી દઈએ કે ચૂંટણી પ્રચારમાં હેમા માલિની સાથે કારોનો મોટો કાફલો હોય છે. જેની વચ્ચે હેમા માલિનીની શાનદાર લકઝરી મર્સીડીઝ એસયુવી હોય છે. હેમા કારના ખુલા છાપરામાંથી બહાર આવીને લોકોનું અભિવાદન સ્વીકાર કરે છે. તે દરમ્યાન તેમનો સ્પોટબોય એક મોટી છત્રી લઈને તેની સેવામાં હાજર રહે છે.

(4:02 pm IST)