Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

૨૮૦૦૦ કરોડના નાસ્તા માર્કેટમાં ૫૫% ઉપર ૫ના પડીકાનો કબ્જો

નમકીન માર્કેટમાં સૌથી વધુ વેચાય છે પ રૂપિયાના પડીકા : ૧૦ રૂપિયાના પેકેટનું પણ વેચાણ વધી રહ્યું છે ૫-૧૦ના પેકેટનો માર્કેટમાં ૭૫% હિસ્સો

નવીદિલ્હી, તા.૧૨: નમકીનના ૫ રૂપિયામાં વેચાતા પડીકા નાસ્તાના માર્કેટ સૌથી વધુ વેચાય છે. ૨૮,૦૦૦ કરોડના નાસ્તાના માર્કેટમાં ૫૫્રુ જેટલા માર્કેટ પર ૫ રૂપિયાની કિંમતના પડીકાએ કબ્જો જમાવ્યો છે. જો કે, માર્કેટના ધુરંધરો મોટા પડીકાનું વેચાણ વધે તેના પ્રયાસ પણ કરે છે તેમ છતાં પાંચ રૂપિયાના પડીકાએ દબદબો જાળવી રાખ્યો છે. FMCGની કેટેગરીમાં ર્સ્નકસ માર્કેટ ૭૦ લાખ દુકાનો સાથે સૌથી ઝડપથી વિકસતું માર્કેટ બન્યું છે. આ માર્કેટમાં નવા વેપારીઓ જુદી-જુદી ફ્લેવર્સ લઈને આવી રહ્યા છે ત્યારે પાંચ રૂપિયાનો જાદુઈ આંકડો તેમને કમાણી કરી આપશે.

ITCના ડિવિઝનલ ચીફ એકિઝકયુટીવ (ફૂડ્સ) હેમંત મલિકે કહ્યું, નમકીનના પડીકાના લગભગ દરેક પેકેટના પ્રાઈસ પોઈન્ટની સ્થિતિ મજબૂત છે પરંતુ ૫ રૂપિયાના સ્ટોક કિપિંગ યુનિટ (SKU)એ વેચાણ વધાર્યું છે અને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે આ પેકેટ વ્યકિતગત રીતે ખવાતું હોય છે. સરળતાથી ઉપલબ્ધિ, વધતી પસંદગી અને લોકોની બદલાયેલી ખાવાની પદ્ઘતિ આ કેટેગરમાં ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ છે. ઈન્ડસ્ટ્રી એકસપર્ટના મતે, ૫ રૂપિયાના નમકીન કે બિસ્કિટના પેકેટ પણ પર્સનલ કેર કેટેગરી (દાખલા તરીકે, એન્ટ્રી પ્રાઈસ પોઈન્ટમાં રૂ. ૧ અને રૂ. ૨થી શેમ્પૂ)ની વસ્તુઓની જેમ બ્રેકથ્રૂ પ્રાઈસ પોઈન્ટ છે. શેમ્પૂની વાત કરીએ તો ઓછી કિંમતના શેમ્પૂના પાઉચ ૬૫-૭૦ ટકા માર્કેટમાં હિસ્સો ધરાવે છે.

પાર્લે પ્રોડકટ્સ કેટેગરીના હેડ મયંક શાહે કહ્યું, ૫ અને ૧૦ રૂપિયામાં વેચાતા પેકેટ સાથે મળીને બિસ્કિટ માર્કેટના કુલ ૭૫ ટકા માર્કેટનો હિસ્સો ધરાવે છે. પાર્લે બિસ્કિટ માર્કેટમાં પાંચ રૂપિયાના પ્રાઈસ પોઈન્ટમાં પ્રખ્યાત છે ત્યારે નવા વેપારીઓ પણ આ સેગમેન્ટમાં પ્રવેશી રહ્યા છે. રૂપિયા ૧૦માંથી પ્રાઈસ પોઈન્ટ પણ હવે ઝડપ પકડી રહ્યું છે.

પેપ્સિકો ઈન્ડિયાના સીનિયર ડિરેકટર (ફૂડ કેટેગરી) દિલેન ગાંધીએ કહ્યું, ઙ્કપાંચ રૂપિયાનું પેક સૌથી નીચી એન્ટ્રી પ્રાઈસ પોઈન્ટ છે, જે નીચી કિંમત અને સરળતાથી ઉપલબ્ધતાને લીધે ગ્રાહકો અને રિટેલર્સમાં પોપ્યુલર થયું છે. છેલ્લા ૨-૩ વર્ષમાં ૧૦ રૂપિયાના પડીકાના વેચાણે પણ વેગ પકડ્યો છે, ખાસ કરીને શહેરી માર્કેટમાં જયાં ગ્રાહકો નાસ્તા પાછળ વધુ ખર્ચો કરે છે. આ ટ્રેન્ડ પેપ્સીકો ઈન્ડિયા માટે બરાબર છે. પેપ્સીકો કુરકુરે અને લેયઝનું ઉત્પાદન કરે છે.

ITCનુ Bingo સ્નેક ઈન્ડસ્ટ્રીમાં વિવિધ સબ-સેગમેન્ટમાં કાર્યરત છે અને પ્રાઈસ પોઈન્ટ દરેક સેગમેન્ટમાં બદલાય છે. બિંગો મેડ એન્ગલ્સ અને બિંગો પોટેટો ચિપ્સના ૧૦ અને ૨૦ રૂપિયાના સેગમેન્ટમાંથી પણ નોંધપાત્ર કમાણી થાય છે. બિંગોનો રુલ્ઝપાંચ રૂપિયાના પ્રાઈસ પોઈન્ટમાં વધુ વેચાય છે. પાંચ રૂપિયાની કિંમત દરેકને પોસાય તેવી હોય છે ત્યારે આ માર્કેટમાં પ્રવેશવા માગતા નવા વેપારીઓએ ધંધાને વિકસાવવા પાંચ રૂપિયાના પ્રાઈસ પોઈન્ટને ધ્યાનમાં રાખવો જોઈએ.

ગિલ્ટફ્રી ઈન્ડસ્ટ્રીઝ વીપી (માર્કેટિંગ) અનુપમ બોકીએ કહ્યું, “Nielsenના મતે, અમારું વેચાણ ૨૮ કરોડનું નોંધાય છે અને નેશનલ વેસ્ટર્ન સ્નૅક માર્કેટમાં ૨ ટકા હિસ્સો ધરાવીએ છીએ. અમે પાંચ રૂપિયાના પડીકાના વેચાણના માર્કેટમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છીએ. આશા છે કે આ પગલું અમને વિતરણ વધારવામાં મદદ કરશે. આવતા વર્ષ સુધીમાં ગિલ્ટફ્રી ઈન્ડસ્ટ્રીને ૧૦ લાખ આઉટલેટ સુધી પહોંચવાની આશા છે.

(3:50 pm IST)