Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ઈન્દિરા ગાંધીએ પાકના ભાગલાનો શ્રેય ક્યારેય નથી લીધો : મોદી જવાનોના નામ પર વોટ માંગી રહ્યા છેઃ અશોક ગેહલોત

પીએમ મોદીની કોઈ ઉપલબ્ધિ નથી તેથી તેઓ સેનાના જવાનોની પાછળ છૂપાઈ રહ્યા છે.

નવી દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન મોદી પર તીખો હુમલો કર્યો છે તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદી સેનાના જવાનોના નામ પર વોટ માંગી રહ્યા છે. ગેહલોતે કહ્યું કે પાકિસ્તાનના ભાગલા કરવાનો શ્રેય ઈન્દિરા ગાંધીએ ક્યારેય નથી લીધો, તેમણે આનો શ્રેય સેનાના જવાનોને આપ્યો હતો. તેમણે ક્યારેય નથી કહ્યું કે તેમની ઉપલબ્ધિ છે અને તેના નામે ઈન્દિરા ગાંધીએ ક્યારેય વોટ પણ નથી માંગ્યા. એ સમયે પાકિસ્તાનના ભાગલાનો શ્રેય જવાનોને આપ્યો હતો, પરંતુ મોદી દરેક ચીજનો શ્રેય ખુદ લેવા માંગે છે.

રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિ ખંડેલવાલના સમર્થનમાં રેલીને સંબોધિત કરતા અશોક ગેહલોતે પીએમ મોદી પર ભારે પ્રહાર કર્યો. કહ્યું કે પીએમ મોદીની કોઈ ઉપલબ્ધિ નથી, આ જ કારણ છે કે તેઓ સેનાના જવાનોની પાછળ છૂપાઈ રહ્યા છે. આપણે આપણા જવાનોને સેલ્યૂટ કરીએ છીએ, પરંતુ મોદી તેમના નામ પર ચૂંટણી જીતવા માંગે છે.

(1:07 pm IST)