Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

'સાહેબ' બહુ જ કામ કરાવે છે

પીએમઓના ઓફિસરો થાકી ગયા- માંગી બદલી - VRS

નવી દિલ્હી, તા.૧૨: જો વડાપ્રધાન મોદીને બીજો કાર્યકાળ મળે તો તેમને દેશની સિવિલ સેવામાં ઉચ્ચસ્તર પર મોટા બદલાવ કરવા પડી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આઠ ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને ટ્રાન્સફર કરવા અથવા તો વીઆરએસ આપવા આગ્રહ કર્યો છે. વડાપ્રધાન કાર્યાલય, ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા ત્રણ અધિકારીઓએ આ મામલે જાણકારી આપી છે. આ અધિકારીઓએ વિષયની ગંભીરતાને જોતાં પોતાનું નામ આપવાનો ઈનકાર કર્યો હતો. આ પૈકી બે અધિકારીઓએ જણાવ્યું કે તેઓ રાજયની રાજધાનીઓ અથવા અન્ય જગ્યાએ ટ્રાન્સફર લેવા ઈચ્છી રહ્યાં છે.

વડાપ્રધાન કાર્યાલયમાં આશરે ૨૫ અધિકારીઓ કાર્ય કરી રહ્યા છે પરંતુ આખા ડિપાર્ટમેન્ટ પર દબદબો માત્ર નરેન્દ્ર મોદીનો જ રહે છે. આવામાં દ્યણા ઉચ્ચ અધિકારીઓ નીતિઓને તૈયાર કરવાથી લઈને લાગૂ કરવામાં પોતાને અસમર્થ ગણી રહ્યા છે. કારણ કે કામ ખુદ વડાપ્રધાન મોદી અને પ્રધાનોના નાના સમૂહની દેખરેખમાં થઈ રહ્યું છે. ઉપરથી રોજીંદા કામનું પ્રેશર અલગથી છે. ગૃહમંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આ સહયોગિતાની ભાવના લગભગ ખતમ થઈ ગઈ છે. મોદી અને તેમના પ્રધાન અમારી સાથે સામાન્ય સંબંધ નથી રાખતા. રિપોર્ટ અનુસાર આ મામલે વડાપ્રધાન કાર્યાલયના પ્રવકતાએ શાસન સંબંધિત મામલાઓમાં પ્રધાનોની સીધી દખલ પર પણ કંઈ જ બોલવાનો ઈનકાર કરી દીધો.

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં જયારે પણ કોઈપણ સરકાર બીજીવાર સત્ત્।ામાં આવે છે તો અધિકારીઓમાં મોટા સ્તર પર બદલાવ જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે જોવા મળ્યું છે કે પીએમઓ સહિત તમામ મંત્રાલયોમાં ઓફિસરોની નિયુકિત સંબંધિત પાર્ટી સાથે નજદિકીઓના આધાર પર થાય છે. પરંતુ મોદી સરકારમાં સીનિયર અધિકારીઓને લાગે છે કે વડાપ્રધાનનું તેમના પ્રત્યેનું વલણ યોગ્ય નથી. રજાના દિવસે પણ કામ પર બોલાવવા, પ્રોપર્ટીની પૂરી જાણકારી આપવી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઓફિસની સફાઈ કરવા સહિતના મુદ્દા એવા છે જેના કારણે મોદી અને ઓફિસરો વચ્ચે અંતર વધ્યું છે.

(11:47 am IST)