Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મહારાષ્ટ્રના બીડ ખાતે શેરડીના ખેતરમાં કામ કરાતી મહિલાઓની હાલત દયાજનક

ખેતરમાં કામ કરવું છે? પહેલા ઓપરેશન કરી ગર્ભાશય કઢાવવું પડશેઃ ગર્ભપાત નિયમઙ્ગ મહિલાઓને યૌન શોષણથી બચાવવા આકરા નિયમો

મુંબઇ, તા.૧૨: આપણો દેશ ખાંડના ઉત્પાદનમાં દુનિયામાં બીજા સ્થાને છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતું રાજય છે પણ મીઠાશભર્યા બિઝનેસની એક કાળી હકીકત એ છે કે, જેના વિશે જાણી માથું શરમથી નમી જાય છે. એક રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રના બીડમાં શેરડીના ખેતરોમાં કામ કરનારી મહિલાઓ માટે એક અદ્યોષિત નિયમ છે. આ નિયમ એવો છે કે, જો મજૂરી કરવી હોય તો તેમણે આઙ્ખપરેશન કરી તેમનું ગર્ભાશય કઢાવવું પડશે. એટલે કે, ભવિષ્યમાં તે કયારેય મા ન બની શકે.

'ધ હિન્દુ બિઝનેસ લાઈન'ના એક ચોંકાવનારા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસા, બીડના બંજરવાડી ગામમાં દલાલો અને જમીનદારોના યૌન શોષણથી બચવા માટે મહિલાઓએ મજબૂરીમાં આ કામ કરવું પડે છે. 'રોયટર્સ'ના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે ૫ લાખથી વધુ ગરીબ લોકોને પોતાના ઘર-પરિવાર છોડી બીડ, સોલાપુર, કોલ્હાપુર, સાંગલી અને સતારા જિલ્લામાં મજૂરી કરવા માટે પહોંચે છે.

રિપોર્ટ અનુસાર, બીડમાં અડધાથી વધુ મહિલાઓ આ સર્જરી કરાવી ચૂકી છે એટલે કે, તેમણે પોતાના ગર્ભાશય કઢાવી દીધા છે. સામાન્યપણે આવી મહિલાઓને બે બાળકો છે અને ત્યારબાદ તેમણે ગર્ભાશય હટાવવાનો નિર્ણય લીધો જેથી મજૂરી મળી શકે.રિપોર્ટ અનુસાર, યૌન શોષણથી બચવું જ ગર્ભાશય હટાવવાનું એકમાત્ર કારણ નથી.. મજૂરોને કામ અપાવનારા દલાલોનું કહેવું છે કે, માસિકના કારણે મહિલાઓનું કામ ધીમું પડી જાય છે. આવામાં જયારે તે પોતાનું અંડાશય કઢાવી નાખે છે ત્યારે તે અટકયા વિના ૬ મહિના સુધી કામ કરી શકે છે. એટલું જ નહીં, કોન્ટ્રાકટર્સ આવી મહિલા મજૂરોને Hysterectomy માટે એડવાન્સમાં પૈસા પણ આપે છે, જે બાદમાં તેમની મજૂરીમાંથી કાપી લેવાય છે.

જણાવી દઈએ કે, ડોકટર્સ Hysterectomyની સલાહ માત્ર તે જ મહિલાઓને આપે છે જેને ફાઈબ્રોએડ, કેન્સર અને એન્ડોમેટ્રિયોસિસ જેવી સમસ્યા છે. જયારે નક્કી છે કે, આટલી મોટી સંખ્યામાં સર્જરી કરાવનારી દરેક મહિલાઓને આવી કોઈ સમસ્યા હોય તેવું શકય નથી.

'રોયટર્સ'ના રિપોર્ટ અનુસાર, hysterectomyનો ખર્ચ ૩૫૦૦૦ રૂપિયા સુધી આવે છે. આવામાં ગરીબ પરિવારની મહિલાઓને તે મજૂરી પહેલા જ દેવામાં નાખી દે છે. રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે, ૨૫ વર્ષની છોકરીઓ-મહિલાઓ પર આ સર્જરી કરાવી રહી છે.

(11:46 am IST)