Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મોદીએ મે ૨૦૧૪ થી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી ૪૯ વિદેશ પ્રવાસ કર્યા

મુંબઇ તા ૧૨ :  મુંબઇ સ્થિત એકિટવિસ્ટ અનીલ ગલગલીઅ ેRTI ના માધ્યમથી ૨૦૧૪ થી અત્યાર સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કાઉન્સિલ ઓફ મિનિસટર્સની સ્થાનિક મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો સંબધે કરેલી પુછપરછને પગલે  ેPMO  એ જવાબ આપ્યો હતો કે, વડા પ્રધાનની સ્થાનિક  મુલાકાતો પર થયેલા ખર્ચનો રેકર્ડ રાખતી નથી.

PMO  ના  અન્ડર સેક્રેટરી અને CPIO પ્રવીણકુમારે જણાવ્યું હતું કે વડા પ્રધાનની સ્થાનિક મુલાકાતો વિવિધ ઓથોરિટીઝ દ્વારા આયોજીત કરવામાં આવતો હોવાથી એનો ખચસ્ કોઇ એક મંત્રાલય હેઠળ નથી આવતો. ચૂંટણી પ્રચાર માટેનો વડા પ્રધાનનો પ્રવાસ સત્તાવાર નથી હોતો તેમજ આવી મુલાકાતોનો ખર્ચ PMO એ વહન કરવાનો હોતો નથી, જેથી એની વિગતો ઉપલબ્ધ કરી શકાશે નહીં.

વડા પ્રધાનની વિદેશ મુલાકાતો અને એના પર થતા ખર્ચ વિશે જાણકારી મેળવવા પ્રવીણ કુમારે ગલગલીને PMO ની વેબસાઇટ પર જવાનું સુચનકર્યુ હતું.કેન્દ્રીયકાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સના વિદેશ પ્રવાસના ખર્ચની વિગતો જાણવા માટે ગૃશ મંત્રાલય તેમજ અન્ય સંબંધિત વિભાગોમાં પુછપરછ કરવાનું સુચન કરવામાં આવ્યું હતું.

ગલગલીએ જણાવ્યું હતું કે PMO ના સુચન મુજબ  PMO ની વેબસાઇટ પર કોઇ રેકોર્ડ મળ્યો નહોતો. વેબસાઇટ મુજબ વડા પ્રધાનના સ્થાનિક પ્રવાસ સંરક્ષણ મંત્રાલય વહન કરે છે, જયારે કે વિદેશ પ્રવાસનો ખર્ચ '' કેેબિનેટમિનિસટર્સ મેઇન્ટેનન્સ ઓફ પીએમ્સ એરક્રાફટ એન્ડ અધર ચાર્જિસ'' ના હેડિંગ નીચે ફાળવવામાં આવે છે. મે, ૨૦૧૪ થી ૨૦૧૯ ની ૨૨ ફેબ્રુઆરી સુધીમાં મોદીએ ૪૯ વિદેશ પ્રવાસ કર્યા હોવાનું વેબસાઇટમાં જણાવાયું હતું.

(11:45 am IST)