Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ત્રણ વર્ષથી બેન્ગલોરના રામ મંદિરમાં સફાઇકામ કરે છે સદ્દામ હુસેન

બેંન્ગલોર તા. ૧ર : કર્ણાટકના બેન્ગલોરના રાજીજીનગર વિસ્તારમાં એક મંદિર આવેલું છ.ે આ મંદિર આજકાલ એક મુસ્લિમ યુવકને કારણે ચર્ચામાં છે. વાત એમ છે કે સદ્દામ હુસેન નામનો આ યુવક રોજ મંદિરનું સફાઇકામ કરે છ.ે છેલ્લા ત્રણ વર્ષથી તે આ કામ કરે છે.  અને આ વર્ષે રામનવમી માટે મંદિરની સફાઇ અને સજાવટના કામમાં પણ તે મોખરે છે. ભાઇનું કહેવું છે કે મને મંદિરની સફાઇ કરવાનું ગમે છે એટલે હું કરૃં છું સોશ્યલ મીડિયા પર જયારે આ વાત ફેલાઇ ત્યારે લોકોએ સર્વધર્મસમભાવનો પરચો આપતી આ ઘટનાના બેમોઢે વખાણ કર્યા છે.

(10:05 am IST)