Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

નવી મુંબઈમાં વધુ એક ફૂટ ઓવરબ્રિજ ધરાશયી : રાહત બચાવકાર્ય શરૂ

વાશી વિસ્તારમાં ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ તૂટ્યો :એક વ્યક્તિને ઇજા :

 

મુંબઈમાં વધુ એક ફૂટ ઓવર બ્રિજ ધરાશાયી થયો છે  ઘટના વાશી વિસ્તારની છે.જ્યાં  ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે. દુર્ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે દુર્ઘટનાની થતા  ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે. રાહત-બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને મુંબઈના સીએસટી રેલવે સ્ટેશન પાસે એક ફૂટ ઓવર બ્રિજ ધરાશાયી થયો હતો. દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા, જેમાં 3 મહિલાઓનો સમાવેશ હતો. સાથે 33 લોકો ઘાયલ પણ થયા હતા. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ફડણવીશે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. બધા વચ્ચે તેની ઓડિટ રિપોર્ટ પણ સામે આવી, જેમાં બીએમસીની લાપરવાહી સામે આવી હતી. શરૂઆતના રિપોર્ટનું માનીએ તો, પુલનું ઓડિટ થોડા સમય પહેલા કરવામાં આવ્યું હતું, જ્યારે અંધેરીમાં એક બ્રિજનો બાગ પડ્યો હતો. પુલ 1981માં બનાવવામાં આવ્યો હતો, અને ત્યારથી બીએમસીના એન્જિનિયરોની જવાબદારી હેઠળ હતો.

(12:00 am IST)