Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ભાજપ નબળો છે ત્યાં જ ઇવીએમમાં ગરબડની ફરિયાદો કેમ? નેશનલ કોન્ફરન્સે ઉઠાવ્યો સવાલ

ઇવીએમમાં કોંગ્રેસની સામેવાળું બટન કામ કરતું નહોતું:ફરિયાદ બાદ ટેક્નિકલ ખામી દૂર કરાઈ

 

લોકસભાની ચૂંટણીમાં મતદાનમાં  નેશનલ કોન્ફરન્સે સવાલ ઉઠાવ્યા છે કે જયાં ભાજપની નબળી સ્થિતિ છે, ત્યાંથી ઇવીએમ ખરાબ હોવાની ફરિયાદો કેમ આવે છે ?

   જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આક્ષેપ કર્યો છે કે પૂંછ વિસ્તારના એક બૂથ ઉપર ઇવીએમમાં કોંગ્રેસની સામેવાળું બટન કામ કરતું નહોતું. અંગે જિલ્લા કલેકટર રાહુલ યાદવે જણાવ્યું કે અમને તેની ફરિયાદ મળ્યા પછી તરતજ ઇવીએમની ટેકનીકલ ખામીને દૂર કરી હતી.

  રાહુલ યાદવે જણાવ્યું કે અમને બૂથોના ઇવીએમમાં ખરાબીની ફરિયાદો મળી હતી. અને અન્ય એક બૂથ પર બીજેપીના નિશાન વાળું બટન કામ નહોતું કરતું અને અન્ય બે બૂથ ઉપર અપક્ષ ઉમેદવારોવાળા બટન કામ કરતા હોવાનું જણાયું હતું. ત્યારે અમને તેની જાણ થતા અમે તમામ બૂથ પરના ઇવીએમની ખામી દૂર કરી હતી.

(12:00 am IST)