Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉન

વારાણસી : આધુનિક એમ-૩ ઇવીએમનો ઉપયોગ થશે

૨૪ બેલેટ યુનિટ મારફતે ૩૮૪ ઉમેદવારના નામ : ઇવીએમ સાથે ચેડા થવાની સ્થિતિમાં કામ કરવાનું બંધ

નવી દિલ્હી,તા. ૧૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મતદાન માટે પ્રથમ વખત આધુનિક એમ-૩ ઇવીએમ પ્રયોગમાં લાવવામાં આવશે. આની વિશેષતા એ છે કે, એક ઇવીએમની સાથે ૨૪ બેલેટ યુનિટ મારફતે ૩૮૪ ઉમેદવારના નામની સાથે નોટા પણ જોડી શકાશે. ચેડા થવાની સ્થિતિમાં ઇવીએમ કામ કરવાનું બંધ કરી દેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદથી મોટી સંખ્યામાં ચૂંટણી લડવા માટે દાવેદારો મેદાનમાં આવી રહ્યા છે. મુખ્ય રાજકીય પક્ષોની સાથે સાથે તમિળનાડુના ખેડૂત નેતા અય્યાકન્નુ વારાણસીમાંથી ૧૧૧ ખેડૂતોને ચૂંટણી લડવા કહેવામાં આવ્યું છે. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં પ્રયોગ કરવામાં આવેલા ઇવીએમમાં મહત્તમ ચાર બેલેટ યુનિટ જોડાઈ જવાથી ૬૪ ઉમેદવારના નામ સામેલ કરી શકાતા હતા પરંતુ હવે ૨૪ બેલેટ યુનિટ મારફતે ૩૮૪ ઉમેદવારના નામ જોડી શકાશે. સાથે સાથે નોટાને પણ જોડી શકાશે. હવે બીઈએલ તરફથી તૈયાર કરવામાં આવેલા એમ-૩ ઇવીએમમાં એક સાથે ૨૪ યુનિટને જોડી શકાય છે. આવી સ્થિતિમાં ૩૮૪ ઉમેદવાર હોવાની સ્થિતિમાં બેલેટ પેપરના બદલે ઇવીએમથી ચૂંટણી યોજાઈ શકશે. એડીએમ સીટી વિનય કુમારે વારાણસીમાં ઇવીએમ-એમ-૩ના પ્રયોગને લઇને અહેવાલને સમર્થન આપ્યું છે. એમ કહેવામાં આવે છે કે, વારાણસીમાં ૪૭૫૬ બેલેટ યુનિટ, ૩૫૭૮ કન્ટ્રોલ યુનિટ, ૩૫૧૮ વીવીપેટ રાખવામાં આવ્યા છે. જરૂર પડવાની સ્થિતિમાં વધારે બેલેટ યુનિટ મંગાવવામાં આવશે. મહત્તમ એમ-૩ ઇવીએમ ચેડા થવાની સ્થિતિમાં કામ કરવાનું બંધ કરે છે. કન્ટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટને મેચ ન કરવા ઉપર પણ કામ થશે નહીં.

 

(12:00 am IST)