Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જેટ એરવેઝનો ગમેત્યારે ઘડોલાડવો

દેવા હેઠળ દબાયેલી એરવેઝની ૯૦ ટકા ફલાઈટો બંધઃ માત્ર ૧૪ વિમાનો ઓપરેશનમાં: આંતરરાષ્ટ્રીય ઉડયનો બંધઃ એરલાઈઝ જબરા સંકટમાં

નવી દિલ્હી, તા. ૧૨ :. દેવામાં ડુબેલ જેટ એરવેઝ ગમે ત્યારે ધડાકા થઈ શકે છે. આ એરલાઈન્સના ગઈકાલે માત્ર ૧૪ વિમાનો ઉડયા હતા. જે ૧૨૬ વિમાનોના બેડાના માત્ર ૧૦ ટકા છે. મોટાભાગના માર્ગો પર તેની ફલાઈટો બંધ થઈ ગઈ છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, સંકટ વધવાનું કારણ બેંકો દ્વારા ૧૫૦૦ કરોડની મદદ હજુ મળી નથી આ સંકટથી અસરગ્રસ્ત થઈ રહેલા હવાઈ યાત્રિકોને રાહત આપવા માટે ડીજીસીઓ દ્વારા ૮ વિમાનનું જેટ સાથેનું રજીસ્ટ્રેશન રદ્દ કર્યુ છે. આ વિમાનોને હવે બીજી એરલાઈન્સ ભાડા પર લઈ ફલાઈટ શરૂ કરી શકશે. વધુ ૧૮ વિમાનોને જેટથી અલગ કરાશે.

રોકડની સમસ્યાનો સામનો કરી રહેલી જેટ એરવેઝની સમસ્યાઓનો આવી નથી. કંપનીએ ગુરૂવારની તમામ આંતરરાષ્ટ્રીય ફલાઈટસ રદ કરી હતી તેમ એરલાઈન્સના સૂત્રોએ જણાવ્યું હતુ. આ ઉપરાંત કંપનીએ પૂર્વ અને ઉત્તર પૂર્વના રાજ્યોની ફલાઈટસ પણ રદ કરી દીધી છે. આ અગાઉ કંપનીએ વિવિધ રૂટ પર અનેક ફલાઈટસ રદ કરી હતી. દરમિયાન લીઝનું ભાડું ન ચુકવી શકતા કંપનીના વધુ ૧૦ વિમાનોને ભૂમિગત કરવામાં આવ્યા હતા.

આ સાથે કુલ ૭૯ વિમાનો ભૂમિગત કરવામાં આવ્યા છે. આમ કંપનીના ૧૧૯ વિમાનોના કાફલામાંથી ત્રણ ચતુર્થાંશ વિમાનોને ભૂમિગત કરવામાં આવ્યાં છે. બીએસઈને કરેલા ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું હતુ કે, 'લીઝ એગ્રીમેન્ટ હેઠળ લેસર્સને બાકી લેણા ન ચૂકવી શકાતા વધુ ૧૦ વિમાનો ભૂમિગત કરવામાં આવ્યાં છે. આ અંગે કંપની ડીજીસીએના સમયાંતરે જરૂરી અપડેટ પુરી પાડતી રહી છે.' દરમિયાન જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે લોન મેળવવા તેમનો માંદી એરલાઈનમાં તેમનો ૨૬ ટકા હિસ્સો પંજાબ નેશનલ બેન્ક પાસે ગીરવે મુકયો છે. ગયા મહિને ગોયલ અને તેમના પત્ની અનિતા ગોયલે ડેટ રિઝોલ્યુશન પ્લાનના ભાગરૂપે બોર્ડમાંથી રાજીનામા આપ્યા હતા. ગુરૂવારે જેટ એરવેઝનો શેર ૧.૧૪ ટકા ઘટીને રૂ. ૨૬૦.૪૦એ બંધ રહ્યો હતો.(૨-૩)

(10:04 am IST)