Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

બજાર લોવર સર્કિટ નજીક

એક વખતે કારોબારીઓના ધબકારા વધી ગયા હતા

મુંબઇ,તા. ૧૨ : કોરોના વાયરસના ખૌફ વચ્ચે શેરબજારમાં ભારે હાહાકાર મચી ગયો છે. શેરબજારમાં આજે લોવરસર્કિટની નજીક બજાર પહોંચતા કારોબારી હચમચી ઉઠ્યા હતા. આશરે ૧૨ વર્ષ બાદ લોવર સર્કિટની તરફ શેરબજર વધતા લોકોના ધબકારા વધી ગયા હતા. સેંસેક્સમાં આજે ૨૦૦૮ બાદથી સૌથી મોટો ઘટાડો નોંધયો હતો. તમામ જાણકારો માને છે કે, જો શેરબજારમાં ૧૦ ટકા અથવા તો તેનાથી વધુનો ઘટાડો થાય છે ત્યારે તેમાં લોવર સર્કિટ લાગે છે. આજે કારોબારમાં નિફ્ટી ૯૬૦૦થી નીચે પહોંચી ગયો હતો. શેરબજારમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો થવાથી લોવર સર્કિટ લાગે છે અને ટ્રેડિંગ રોકી દેવામાં આવે છે. આજના દિવસે દિલના ધબકારા વધારે તેવા ઘટનાક્રમ નીચે મુજબ રહ્યા હતા

૨૦૦૮માં સૌથી મોટો ઘટાડો

સેંસેક્સમાં સૌથી મોટો ઘટાડો આશરે ૧૨ વર્ષ પહેલા ૨૦૦૮માં થયો હતો. વખતે સેંસેક્સ નવ ટકાથી નજીક સુધી ઘટી ગયો હતો. ઘટાડો ૨૦૦૮ બાદ સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. જે હેઠળ સેંસેક્સ ૩૧૫૦ પોઇન્ટ સુધી ઘટી ગયો હતો. ૨૦૦૮માં એક સમયે એવો રહ્યો હતો જ્યારે સેંસેક્સમાં લોવર સર્કિટ લાગી હતી અને કરોબારને બંધ કરવાની ફરજ પડી હતી. ૨૪મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે કારોબાર વેળા સેંસેક્સ ૧૦૭૦ પોઇન્ટ ઘટી જતાં ૧૦ ટકાથી વધુનો ઘટડો થયો હતો જેથી લોવર સર્કિટ લાગી હતી.

જુલાઈ ૨૦૧૭ બાદ નિફ્ટી ૯૬૦૦થી નીચે

નિફ્ટીએ ૨૫મી જુલઈ ૨૦૧૭ના દિવસે ૧૦૦૦૦નો આંકડો સ્પર્શ કરી લીધો હતો. જૂન ૨૦૧૭માં ખતમ થવા પર નિફ્ટી ૯૫૨૦ પોઇન્ટ પર હતો. આજના કારોબાારમાં નિફ્ટી ૯૬૦૦થી નીચે પહોંચ્યો હતો જે આંકડો જુલાઈ ૨૦૧૭ દરમિયાન હતો. નિફ્ટીમાં પણ ઘટાડો નવ ટકાની આસપાસ પહોંચ્યો હતો

અનેક શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, ટીસીએસ, એચડીએફસી બેંક, બજાજ ઓટો, એચપીસીએલ, આઈટીસી, એલએન્ડટી, સ્પાઇસ જેટ, એબીબી, હિરોમોટો, એસીસી, બીઈએમએલ, જીલેટ અને ગ્લેનમાર્ક સહિતના અનેક શેર એવા હતા જે બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ૭૮૩ શેર એવા હતા જે બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

છેલ્લા સાત વર્ષમાં સૌથી મોટો ઘટાડો

ટીસીએસમાં ૧૨ ટકા, બર્જર પેઇન્ટ્સમાં ૧૫ ટકા, ઇન્ડિગોમાં ૧૮ ટકા અને સ્પાઇસ જેટમાં ૩૬ ટકાનો ઘટાડો થયો હતો.

સેંસેક્સ  દિવસમાં ૧૫ ટકા ઘટ્યો

છેલ્લા સાત દિવસના ગાળામાં સેંસેક્સમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે. ભારતીય સ્ટેટ બેંકના શેરમાં પણ છેલ્લા સાત દિવસમાં સૌથી વધુ ઘટાડો થઇ ચુક્યો છે. શેરબજારમાં અફડાતફડી માટે વિવિધ પરિબળો જવાબદાર છે.

(7:56 pm IST)