Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

મમતા બેનર્જી દ્વારા રાજ્યની 42 બેઠકના ઉમેદવાર જાહેર :40,5 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપી

મુનમુન સેનની લોકસભા સીટમાં ફેરફાર: અભિનેત્રી સતાબ્દી રોયને બીરભૂની ટિકિટ અપાઈ

કોલકાતાઃ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતા રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કર્યું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ પોતાના ઘરે એક બેઠક કરી ઉમેદવારોની આયડી ફાઇનલ કરી રાજ્યની તમામ 42 સીટના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.તેમણે જણાવ્યું કે, ટીએમસી દ્વારા 40.5 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. 

  ટીએમસી અધ્યક્ષા મમતા બેનરજીએ બેઠક પછી જણાવ્યું કે, પાર્ટીએ આસનસોલ બેઠક પરથી અભિનેત્રી મુનમુન સેન, અભિનેત્રી સતાબ્દી રોયને બીરભૂમ, ઈસ્લામપુર બેઠક પર કનાઈલાલ અગ્રવાલ, અલીપુર દુઆર્સ બેઠક પર દશરત તિર્કી, કૂચ બિહારથી પરેશ અધિકારી, દાર્જિલિંગથી અમર રોય અને કૃષ્ણાનગરથી મહુઆ મૈત્રીને ઉમેદવાર બનાવ્યા છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી મુનમુન સેન 2014માં બાંકુરા બેઠક પરથી સાંસદ બન્યાં હતાં. આ વખતે તેમની સીટમાં ફેરફાર કરાયો છે. લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ એક મહત્વનું રાજ્ય બનશે. અહીં ભાજપે ટીએમસીને પડકાર ફેંકવા પોતાની તમામ તાકાત કામે લગાડી છે.
     બીજીતરફ ચૂંટણી આવતા જ પક્ષ પલટાની પણ મોસમ પુર બહારમાં ખીલી છે ટીએમસીના સાંસદ અનુપમ હાજરા સહિત અનેક નેતા ભાજપમાં જોડાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ટક્કર આપવા માટે ભાજપ કોઈ કસર છોડવા મગતું નથી.

 સૂત્રો અનુસાર, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અનેક મોટા નેતા ભાજપના સંપર્કમાં છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ અધિરંજન ચૌધરી પણ ભાજપમાં જોડાય એવી સંભાવના છે.

(11:36 pm IST)