Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

યુપીમાં ભાજપ અમેઠી અને આઝમગઢની બેઠક જીતશે : 74 સીટમાં જીતનો લક્ષ્યાંક :યોગી આદિત્યનાથનું ટ્વીટ

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપે 74 બેઠક પર જીત મેળવાનો દાવો કર્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક ટ્વિટ કરીને જણાવ્યુ કે, યુપીમાં ભાજપ ફરીવાર સારી બેઠક મેળવીને જીત હાંસલ કરશે. ભાજપે યુપીમાં 74 બેઠક પર જીત હાંસલ કરવાનું લક્ષાંક રાખ્યુ છે.

   આ સાથે તેમણે સૂત્ર પણ આપ્યુ કે, અબ કી બાર ફીરસે મોદી સરકાર આ પહેલા પણ સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, યુપીમાં ભાજપ અમેઠી અને આઝમગઢની બેઠક પરથી ચૂંટણી જીતશે. અમેઠી પરથી રાહુલ ગાંધી અને આઝમગઢથી મુલાયમસિંહ ચૂંટણી લડવાના છે. મહત્વપૂર્ણ છે કે, યુપીમાં ભાજપ ફરીવાર મોટી જીત મેળવવા માટે તડામાર તૈયારી કરી રહ્યુ છે. અને ભાજપે 74 બેઠકનો લક્ષાંક રાખ્યો છે.

(9:33 pm IST)