Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

રિઝર્વ બેન્કની દલીલ છતાં મોદી સરકારે જબરજસ્તીથી નોટબંધી લાદી : કોંગ્રેસની સરકાર બની તો ગોટાળાની તપાસ થશે

મોદી સરકારે કાળું નાણું રોકવાના કારણો પણ આઇબીઆઈએ નકાર્યા હતા

નવી દિલ્હી : નોટબંધીની જાહેરાત અગાઉ આરબીઆઈએ મોદી સરકારની દલીલોને નકારી દીધી છે. કોંગ્રેસે કહ્યું હતું કે નોટબંધીના 26 મહિના બાદ આરટીઆઈ દ્વારા નોટબંધી બાદની બેઠકની વિગતો તેમને મળી હોવાનો દાવો કરતા કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી છે 

કોંગ્રેસે કહ્યું કે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની દલીલ હોવા છતાં મોદી સરકારે જબરદસ્તી નોટબંધી લાદી હતી. કેન્દ્રીય બોર્ડની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કાળું નાણું રોકવા માટે જે કારણો આપ્યા હતા તે આરબીઆઈએ નકારી દીધા હતા, તેમ છતાં નોટબંધી લાદવામાં આવી હતી.

 

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરબીઆઈના કેન્દ્રીય બોર્ડ અંગે આરટીઆઈ દ્વારા મળેલી માહિતીને ટાંકીને કહ્યું, “લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બની તો નોટબંધી બાદ જે કોઈ ગોટાળા થયા છે તેની તપાસ કરવામાં આવશે. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી જાહેર થઈ હતી તેના કેટલાક કલાક પહેલાં આરબીઆઈના કેન્દ્રીય બોર્ડની બેઠક થઈ હતી

(8:56 pm IST)