Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

છત્તીસગઢ ભાજપના ઉમેદવાર સરોજ પાંડેને હાથ અને પગમાં ફ્રેક્ચર છતાં ઉમેદવારીપત્ર દાખલ કર્યું

હાથ અને પગમાં પ્લાસ્ટર લગાવેલી હાલતમાં જ વિધાનસભામાં પહોંચ્યા

છત્તીસગઢમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર સરોજ પાંડેને હાથ અને પગમાં ફ્રેક્ચર હોવા છતાં તેણી વિધાનસભા પહોંચીને ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું સરોજ પાંડે રવિવારે તેમના ઘરની સીડિઓ ઉપરથી પડી ગયા હતા અબે તેમના હાથ અને પગમાં ફ્રેક્ચર આવ્યું છે. તેમ છતા તેમણે વિધાનસભા પહોંચીને તેમનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. તેમના હાથ અને પગમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે. સરોજની સાથે રાજ્યના બીજેપી અધ્યક્ષ ધરમલાલ કૌશીક પણ હાજર રહ્યા હતા. બીજેપીએ છત્તીસગઢથી રાજ્યસભા માટે રાષ્ટ્રયી મહાસચિવ સરોજનું નામ રવિવારે જ ફાઈનલ થયું છે.

(8:00 pm IST)