Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સપાના સુપ્રીમો અખિલેશ યાદવને મોટો આંચકો :રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા

ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપી જયારે પાર્ટીના નેતાની ટિકિટ કાપી :જ્યા બચ્ચનને રાજ્યસભાના ઉમેદવાર બનાવતા અગ્રવાલના આકરા પ્રહાર :

લખનૌ :સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવને મોટો આંચકો આપતા રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે ભાજપમાં જોડાયા છે અને ભાજપનું સભ્યપદ લીધું છે અત્રે ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલના રોજ રાજ્યસભામાં નરેશ અગ્રવાલનો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે,ત્યારે  સપાએ આ વખતે નરેશ અગ્રવાલના દાવાને અવગણીને ઉત્તરપ્રદેશથી જયા બચ્ચનને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા હતા જેના કારણે તેઓ નારાજ હતા.
    દિલ્હીમાં ભાજપની ઓફિસમાં નરેશ અગ્રવાલ વરિષ્ઠ બીજેપી નેતાઓની વચ્ચે પાર્ટીમાં સામેલ થયા હતા આ વેળાએ  કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપરાંત, પાર્ટી પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાની સાથે ઘણા અન્ય નેતાઓ હાજર હતા
   . નરેશ અગ્રવાલે  સપા પાર્ટી પર આરોપ લગાવ્યો કે ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપવામાં આવી, જ્યારે રાજનીતિ કરતા પાર્ટીના નેતાની ટિકિટ કાપી લેવામાં આવી છે 

(7:34 pm IST)