Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ગોવામાં મંકી ફીવર ફેલાયો :35 લોકોને અસર :સત્તારી જિલ્લામાં સૌથી વધુ કેસ

આરોગ્ય વિભાગે રસીકરણ અભિયાન ઝડપી બનાવ્યું:જંતુનાશક પદાર્થોનો છંટકાવ કરાયો

ગોવામાં મંકી ફીવર ફેલાયો છે અને આ વર્ષે કમસે કમ 35 લોકો ક્યાસાનૂર ફોરેસ્ટ ડિસીઝ (કેએફડી)થી ગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે.આ બીમારીને મંકી ફીવર પણ કહે છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી આ અગાઉ ઉત્તર ગોવાના સત્તારી તાલુકામાં 2016માં આ તાવથી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 2015માં પણ એક વ્યક્તિનું મોત થું હતું. વાલપાઈ આરોગ્ય કેન્દ્રના એક અધિકારીના જણાવ્યા મુજબ 35 લોકોમાં આ રોગની પુષ્ટિ થઈ છે અને તે તમામ સત્તારી તાલુકાના રહેવાસી છે. આ વાઇરલ ઇન્ફેક્શન માટે તેમની સારવાર આપવામાં આવી રહી

   તેમના જણાવ્યા મુજબ, ‘આ વર્ષે અત્યાર સુધી આ રોગને કારણે કોઈનું મોત નીપજ્યું નથી. મોટા ભાગના કેસ સત્તારીના સનવોરદર્મ પંચાયત વિસ્તારમાં નોંધાયા છે.આરોગ્ય વિભાગે રસીકરણ અભિયાન ઝડપી બનાવ્યું છે અને તે માટે જંતુનાશક પદાર્થોનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

   કેએફડીને મંકી ફીવર પણ કહે છે. તેની દક્ષિણ એશિયામાં અસર જોવા મળી છે. આ વાઇરસ વાનર દ્વારા મનુષ્યો સુધી ફેલાય છે. તેમાં ગંભીર તાવ અને પીઠનો દુખાવો થાય છે, જેમાંથી રક્તસ્ત્રાવ પણ થવા લાગે છે. ગયા વર્ષે 88 લોકો તેનાથી ગ્રસ્ત જોવા મળ્યા હતા.

(12:00 am IST)