Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભાજપની રથયાત્રા ઉપર રોક લગાવવા કરાયેલી જાહેર હિતની અરજી કલકત્તા હાઇકોર્ટે ફગાવી : કોરોના વાઇરસ ફેલાવાનું કારણ આપી રાજકીય હેતુ સાથે કરાયેલી અરજી ધ્યાનમાં લઇ શકાય નહીં : અરજી કરનાર વ્યક્તિ તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલ હોવાથી જાહેર હિતની અરજી નામંજૂર

કોલકત્તા : પશ્ચિમ બંગાળમાં યોજાનારી ધારાસભાની ચૂંટણીની તૈયારી રૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા રથયાત્રા યોજાઈ રહી છે.તેની સામે તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા એડવોકેટ રામપ્રસાદ સરકારે કલકત્તા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી.જેમાં જણાવ્યું હતું કે વર્તમાન કોવિદ -19 સંજોગોમાં રથયાત્રા કાઢવાથી કોરોના વાઇરસનો ફેલાવો થવાની ભીતિ છે.

ઉપરોક્ત અરજીના અનુસંધાને નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે અરજી કરનાર એડવોકેટ પોતે તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા છે.તેથી આ અરજી રાજકીય હેતુ સાથે કરાઈ હોવાનું જણાય છે.આથી આ અરજી નામંજૂર કરી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:39 pm IST)