Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

આ લે લે...એવરેસ્ટ આરોહણ પણ બોગસ !

હરિયાણાના યાદવ અને ગોસ્વામીએ એવરેસ્ટ સર કર્યાનો ખોટો દાવો ઠપકારેલઃ બન્ને ઉપર નેપાળમાં પ્રતિબંધ

પટમંડુ, તા. ૧ર :  ભારતીય પર્વતારોહીઓ દ્વારા બોગસ ઓવરેસ્ટ આરોહણની ઘટનામાં ૬ મહિના ચાલેલી તપાસ પછી નેપાળના પ્રવાસન વિભાગે બુધવારે એક સ્ટેટમેન્ટ બહાર પાડયું છે.

હરિયાણાના બે પર્વતારોહીઓ નરેન્દ્રસીંધ યાદવ અને સીમા રાની ગોસ્વામીએ દાવો કર્યો હતો કે તેમણે ર૦ મે ર૦૧૬ના રોજ એવરેસ્ટ શીખર સર કર્યુ હતું. આના માટેનું સર્ટીફીકેટ મેળવવા હવે કેન્સલ કરવામાં આવ્યું છે. મીડ-ડે એ ર૮ ઓગસ્ટે છાપ્યું હતુ કે આ લોકોનો દાવો બોગસ હતો. નેપાળના પ્રવાસન વિભાગે આ બન્ને પર નેપાળમાં પર્વતારોણ પર ૬ વર્ષનો પ્રતિબંધ મુકયો છે. આટલા જ સમયગાળાનો જે યાદવના આ બોગસ પર્વતાવરણમાં એવરેસ્ટ પર પહોચનાર પહેલો બોગસ પર્વતારોહક હતો. આ ઉપરાંત આ બંન્નેનો દાવો માન્ય રાખીને નેપાળી રૂપિયાના તથા બોગસ સાબિતીઓ માન્ય રાખનાર આ કંપનીના કર્મચારી દાવા શેરપાને ૧૦૦૦૦ નેપાળી રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. યાદવે એવરેસ્ટ સર કરવાના પુરાવાઓ તરીકે ફોટો શોપ દ્વારા એડીટ કરેલી તસ્વીરો રજુ કરી હતી. યાદવને એવરેસ્ટ સર કરવાના આ દાવા તેમજ અન્ય માઉન્ટ ડીલીમાન્મરો અને રશિયાના માઉન્ટ એલ્બારૂસ પર પર્વતારોણ કરવા બદલ પર્વતારોહકના સર્વોચ્ચ સન્માન તેનઝીંંગ નોર્ગાય એવોર્ડથી ર૦ર૦માં સન્માનિત કરવામાં આવ્યો હતો. પણ હવે તે સન્માન ભારત સરકાર દ્વારા પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

(3:44 pm IST)