Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

આનંદો... ઇન્ક્રીમેન્ટની રાહત જોતા કર્મચારીઓના પગાર વધશે

કન્ઝયુમર, રિયલ પ્રોજેકટ, ફાર્મા અને ટેકનોલોજી સેકટરમાં કામ કરનારા લોકોને થશે ફાયદો

નવી દિલ્હી તા. ૧૨ : નોકરી કરનારા વર્ગને દર વર્ષે ફેબ્રુઆરી મહિનો આવતાં જ ઈન્ક્રીમેન્ટની આશા રહે છે. આમ તો આ દર વર્ષે મળે છે પણ ગયા વર્ષના કોરોના મહામારીના કરાણે અનેક કંપનીઓ આ વર્ષે ઈન્ક્રીમેન્ટ આપી રહી નથી. જેના કારણે આ વર્ષે આ ખાસ વર્ગમાં સામેલ લોકોને માટે સારા સમાચાર આવ્યા છે. તેમને મોટું ઈન્ક્રીમેન્ટ મળી શકે છે.

સારી વાત એ છે કે એક કંપનીએ કહ્યું કે આ વર્ષે તે તમારી સેલેરીમાં વધારો કરી શકે છે. વિલિસ ટાવર્સ વાટસને કહ્યું છે કે કંપનીઓ ઈન્ક્રીમેન્ટ આપવાની તૈયારીમાં છે. આ વર્ષે લગભગ ૬.૪ ટકા વેતન વધારો આપી શકે છે. ગયા વર્ષના કરતા પણ આ વધારો સારો છે.

વિલિસ ટાવર્સ વાટસન ફર્મે કહ્યું કે ભારતીય કંપનીઓએ ગયા વર્ષે ૫.૯ ટકાનું ઈન્ક્રીમેન્ટ આપ્યું હતું. આ વર્ષે બજાર આશાવાદી બન્યું છે અને કોરોના મહામારી બાદ રસ્તા પર પરત આવી રહ્યું છે. આ કારણે કંપનીઓ પોતાના કર્મચારીઓને ઈન્ક્રીમેન્ટ આપવાથી પાછી પાની કરશે નહીં.

વિલિસ ટાવર્સ વાટસનના આધારે આ વર્ષે કંપનીઓ સ્કિલ્ડ લોકો પર વધારે રૂપિયા ખર્ચ કરી રહી છે. તેઓએ કહ્યું કે બજાર હજુ પાટા પર આવી રહ્યું છે. આ સમયે કંપનીઓ સામે આ ચેલેન્જ સમાન છે. એવામાં કંપનીઓ જૂના સ્ટાફને સાથે રાખવા ઈચ્છે છે અને આ માટે થોડા રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર છે.

ફર્મના જણાવ્યા અનુસાર હાઈ ટેકનોલોજી, ફાર્માસ્યૂટિકલ્સ, કન્ઝયુમર પ્રોડકટ, રિટેલ પ્રોડકટમાં વધારો સામાન્યથી વધારે છે. આ ગ્રૂપમાં લગભગ ૮ ટકા સુધી ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. ફાયનાન્શિયલ સર્વિસ, મેન્યુફેકચરિંગ સેકટરમાં લગભગ ૭ ટકા અને બીપીઓ સેકટરમાં ૬ ટકા વધારો થઈ શકે છે. એનર્જી સેકટરમાં વધારો સૌથી ઓછો એટલે કે ૪.૬ ટકા થવાની શકયતા છે.

(10:35 am IST)