Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા 25 પ્રતિનિધિઓ પહોંચ્યા : ગલ્ફ દેશના ડિપ્લોમેટ્સનો પણ સમાવેશ

જુદા જુદા વર્ગોના સમુદાયો. સંસ્થાઓ અને લોકોને મળીને તેમની સાથે ચર્ચા કરી રહ્યું છે

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 નાબૂદ થયા બાદ જુદા જુદા દેશોના ડિપ્લોમેટ્સનું એક પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા જમ્મુ પહોંચ્યું. આ પ્રતિનિધિમંડળમાં વિભિન્ન દેશોના 25 પ્રતિનિધિઓ છે. આ ડેલીગેશન જમ્મુ અને શ્રીનગરમાં જુદા જુદા વર્ગોના સમુદાયો. સંસ્થાઓ અને લોકોને મળીને તેમની સાથે ચર્ચા કરી રહ્યું છે

  . આ ડેલીગેશનમાં યુરોપીયન યુનિયન અને ગલ્ફ દેશોના ડિપ્લોમેટ્સ સામેલ છે. આ પહેલા ભારત ખાતેના અમેરિકન રાજદૂત કિનેથ આઇ જસ્ટર સહિત 15 ડિપ્લોમેટ્સના એક પ્રતિનિધિમંડળે 9 અને 10 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી.

(1:48 pm IST)