Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

AAP પાર્ટીએ જીત બાદ શાહરૂખ ખાનની ફિલ્મ 'ચક દે ઈન્ડિયા' નો વીડિયો કર્યો શેર

અંતિમ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમ ખૂબ જ નબળી ટીમ હોવાનુ સામે આવ્યા બાદ જીતે છે

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ આપ સરકાર બનાવવામાં એકવાર ફરી સફળ રહ્યુ છે, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી 63 બેઠકો પર આગળ છે અને ભાજપ માત્ર 7 બેઠકો પર અટકી ગઈ છે, જ્યારે બીજી વાર કોંગ્રેસ એક બેઠક પણ મેળવી શકી નથી. આપને જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીનાં મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે, સવારથી જ આપ પાર્ટીમાં ઉત્સવનું વાતાવરણ જોવામા મળી રહ્યુ હતુ.

આપ પાર્ટીએ શાહરૂખ ખાનની પ્રખ્યાત ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'નો ભાવનાત્મક વીડિયો તેના ટ્વિટર હેન્ડલથી શેર કરીને તેની જીતની ખુશી અને લાગણીઓને વ્યક્ત કરી છે, આ ફિલ્મનો એક સીન છે જેમાં અંતિમ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમ ખૂબ જ નબળી ટીમ હોવાનુ સામે આવ્યા બાદ જીતે છે અને વર્લ્ડ ચેમ્પિયન બને છે, આજે આપ પાર્ટીની પણ આ જ સ્થિતિ છે, જેણે વિકાસનાં આધારે આ જીત મેળવી છે.

(1:16 pm IST)