Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતનો ખર્ચ 100 કરોડને પાર પહોંચશે : 30 કરોડનો રોડ શો: સ્ટેડિયમ અંદરનો ખર્ચ BCCI ભોગવશે

કેન્દ્ર , રાજ્ય, અમદાવાદ કોર્પોરેશન મુલાકાતનો ખર્ચ કરશે :ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતી સંસ્કૃતિ બતાવાશે

અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત રૂા. 100 કરોડથી વધુમાં પડશે. કારણ કે, રોડ શો, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તીઓને કારણે તેમજ દેશ વિદેશમાં થી 2000 જેટલા વીવીઆઈપી લોકોને આમંત્રણ તેમને લાવવા લઈ જવાની વ્યવસ્થા વગેરેનો ખર્ચ પણ કરોડોમાં છે.

  મોદી અને ટ્રમ્પ માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરવાના છે આ રોડ શોમાં અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. જેમાં 21 કરોડના તો નવા રોડ રસ્તા બનાવાયા છે અને તમામ રોડ ઉપર ઝાડ વાવનો ખર્ચ પણ લાખોમાં છે.

  આ પ્રોગ્રામ થનારા ખર્છમાં કેન્દ્રસરકાર હાલ 30 કરોડ, રાજ્ય સરકાર દ્વારા 25 કરોડ અને અમદાવાદ દ્વારા કોપોરેશન 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે તેવું કહેવાઈ રહ્યું છે જો કે હાલજ આ લમછમ ખર્ચ રૂા. 100 કરોડને પાર કરી રહ્યો છે ત્યારે ખરેખરો ખર્ચ તો જાણવો જ રહ્યો. સ્ટેડિયમની અંદરનો ખર્ચ BCCI ભોગવશે.

  ગુજરાતના લોક સંગીત અને સંસ્કૃતિની ઝાંખી બતાવાશે. ટ્રમ્પ ગુજરાતના દાંડિયા રાસ નિહાળશે. એટલુ જ નહીં પરંતું મિલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ ગરબે ઘૂમી શકે છે. મણિયારો રાસનું પણ આયોજન કરવામાં આવ્યું. આદિવાસી નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું. આ અંગેની તમામ જવાબદારી રમતગમત મંત્રાલયને આપવામાં આવી છે.

(12:33 pm IST)