Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યાઃ કહ્યું દેશમાં સકારાત્મક રાજનીતિની શરૂઆત થઇ ચૂકી છે

         દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પર ખુશી વ્યકત કરતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને અભિનંદન આપતા કહ્યું કે દેશમાં સકારાત્મક રાજનીતિની શરૂઆત થઇ ચૂકી છે. હેમંતએ કહ્યું જનતાએ મુખ્યમંત્રી કેજરીવાલને પ્રચંડ બહુમતીથી જીત અપાવી છે હુ અરવિંદ કેજરીવાલને અભિનંદન આપુ છુ. અને એમને શુભકામનાઓ પાઠવું છું.

         એમણે કહ્યું કે દેશમાં સકારાત્મક રાજનીતિની શરૂઆત થઇ ચુકી છે આનું પરિણામ જોવા મળી રહ્યું છે જે રીતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્લી વિધાનસભામા સફળતા મળી છે. આ પ્રદર્શિત કરે છે કે સકારાત્મક રૂપથી જનહિતમાં કામ કરવા પર કોઇપણ સરકારને જનતાનો પ્રેમ અને સમર્થન મળે છે.

(11:29 pm IST)