Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પાકિસ્તાન-ચીનને જડબાતોડ જવાબ આપવા ઇઝરાયેલ પાસેથી 'કીલર ડ્રોન' ખરીદશે ભારત

સંરક્ષણ મંત્રાલયે 54 ઈઝરાયેલી HAROP એટેક ડ્રોન ખરીદવા મંજૂરી આપી

 

નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેનાની હવાઈ ક્ષમતાને વધુ મજબૂત કરવા સંરક્ષણ મંત્રાલયે 54 ઈઝરાયેલી HAROP એટેક ડ્રોન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે  માનવરહિત ડ્રોન વિમાન છે, જે દુશ્મન સેનાના ટાર્ગેટ પર હુમલો કરીને ત્યાં પોતે નાશ પામીને હુમલાના સ્થળે વિનાશ વેરે છે

 

ભારતીય વાયુસેના પાસે આવા 110 ડ્રોન વિમાન પહેલાથી ઉપલબ્ધ છે, જે ઈલેક્ટ્રો-ઓપ્ટીકલ સેન્સરથી સુસજ્જ છે. સેન્સર ડ્રોનને અતી ઉચ્ચ પ્રકારના સૈનિક થાણા સુધી પહોંચી જાય છે અને તે દુશ્મન દેશના રડારમાં કે સર્વેલન્સ સિસ્ટમમાં પકડાય પહેલાં ત્યાં હુમલો કરીને વિનાશ સર્જે છે

સંરક્ષણ સૂત્રએ ANIને જણાવ્યું કે, "સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ કક્ષાની બેઠકમાં 54 એટેક ડ્રોન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે."

(12:34 am IST)