Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પ્રયાગરાજમાં અખીલેશ યાદવને અટકાવતા સપા કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન :પોલીસનો લાઠીચાર્જ :સાંસદ ધર્મેન્દ્ર યાદવ સહીત અનેક ઘાયલ

 

પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવને અલાહાબાદ યુનિવર્સિટીના સ્ટડન્ટ યુનિયનના કાર્યક્રમમાં જતાં રોક્યા બાદ સપા કાર્યકર્તા અનેક સ્થળે પ્રદર્શન કરી રહ્યા છે. પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ધમેન્દ્ર યાદવ પણ ધરણા પર બેસી ગયા હતા  જેમને હટાવવા માટે પોલીસ લાઠીચાર્જ કર્યો હતો  જેમાં બદાયૂના સાંસદ ધર્મેન્દ્ર યાદવના માથામાં ઈજા થઈ હતી લાઠીચાર્જમાં અનેક સપા કાર્યકર્તા ઘાયલ થયા છે

 લખનઉમાં પણ સમાજવાદી પાર્ટી કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું  અખિલેશ યાદવ સહિત સપા કાર્યકર્તા રાજ્યપાલને મળવા માટે રવાના થયા હતા.

 

(11:21 pm IST)