Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સંસદની પરિસરમાં બેરીકેટ સાથે અથડાઈ સંસદસભ્યની કાર : કમાન્ડોએ બંદૂક ધરી :અફરાતફરી

નવી દિલ્હી :સંસદ પરિસરમાં એક કાર અસંતુલીત થી બેરિકેડ સાથે ટકરાઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી ઘટના બાદ સંસદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંસદમાં હાઈ એલર્ટ સુધી જાહેર કરી દેવામાં આવ્યું.

સંસદની સુરક્ષામાં રહેલા કમાન્ડોએ જેવી આ કારને અંદર ઘુસતા જોઈ, તેમણે તુરંત બંદૂક ધરી દીધી. બાદમાં તપાસમાં ખુલાસો થયો કે, આ કાર મણીપુરના કોંગ્રેસ સાંદ ડોક્ટર થોકચોમ મેનિયાની છે. સુરક્ષાકર્મીઓએ કારને કબજે લઈ તેની તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષાકર્મી ઘટનાની તપાસમાં લાગી ગયા છે.
શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે, આ માત્ર એક દુર્ઘટના હતી અને ડ્રાઈવરનું સંતુલન બગડતા કાર બેરિકેડ સાથે ટકરાઈ ગઈ હતી. 

(11:06 pm IST)