Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

બિહારમાં દરેક વ્‍યક્તિ પાસે છે ૨ મોબાઇલઃ ૨૦૧૬-૧૭માં ૨૧ લાખ લોકોઅે હવાઇ મુસાફરી માણી

પટના: કહેવામાં આવે છે કે દોડધામ ભરેલા યુગમાં વ્યક્તિની ઉંમર ઘટી રહી છે. આધુનિક સુવિધાઓ કામ કરવાની રીતભાતને સરળ બનાવી રહી છે, પરંતુ જીવન વધુ સંઘર્ષમય થઇ ગયું છે, જેના લીધે સરેરાશ ઉંમર ઘટી રહી છે. પરંતુ બિહાર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે બિહારમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉલ્લેખનીય અને સકારાત્મક સફળતા નોંધવામાં આવી છે. અહીં વર્ષ 2012-16ના સમયગાળામાં જન્મેલા આયુની સંભાવના 2006-10ના 65.8 ટકાથી વધીને 68.7 થઇ ગઇ છે. એટલે કે સમયગાળામાં સરેરાશ ઉંમર 2 વર્ષ 9 મહિના વધી ગઇ છે.

તમને જણાવી દઇએ કે વિધાનસભાનું બજેટ સત્ર સોમવારે શરૂ થયું. મુખ્યમંત્રી નીતીશ કુમારે સદનમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. વખતે 13મા આર્થિક સર્વેક્ષણ 2018-19 સદનમાં રજૂ કરવામાં આવ્યું.

આર્થિક સર્વેક્ષણ વિધાનસભામાં રજૂ

આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે ગત બે વર્ષોમાં બિહારનો સરેરાશ આર્થિક વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ છે. 2017-18માં બિહારની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 11.3 છે જે દેશભરમાં સૌથી વધુ છે. બિહારની પ્રતિવ્યક્તિ આવક પણ 31,316 રૂપિયા થઇ ગઇ છે.

આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે માનવ વિકાસના માપદંડ પર પણ રાજ્યમાં સારી ઉપલબ્ધિઓ નોંધાઇ છે. વર્ષ 2011 થી 2018 વચ્ચે બિહારમાં પ્રતિ વ્યક્તિ વિકાસ વ્યય 15.8 ટકાના વાર્ષિક દરે વધી રહ્યો છે. રાજ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ ઉલ્લેખનીય સકારાત્મક સફળતા નોંધાઇ છે. 2012-16ના સમયગાળામાં રાજ્ય માટે જન્મ આયુ સંભાવના 2006-10ના 65.8 થી વધીને 68.7 થઇ ગઇ છે. એટલે કે સમયગાળામાં સરેરાશ ઉંમર 2 વર્ષ 9 મહિના વધી ગઇ છે.

વધી હવાઇ યાત્રીઓની સંખ્યા

મુખ્યમંત્રીએ કહ્યું કે બિહારમાં 2016-17માં 21 લાખ મુસાફરોએ હવાઇયાત્રા કરી હતી. જ્યારે 2017-18માં વધીને 31 લાખ, 11 હજાર થઇ ગઇ છે. વાહનોની ખરીદીના મામલે પણ વર્ષ 2011-12માં 4 લાખ, 39 હજાર ફોર વ્હીલર વાહનોની ખરી થઇ તો બીજી તરફ 2017-18માં સંખ્યા વધીને 11 લાખ, 18 હજાર થઇ ગઇ. પ્રકારે મોબાઇલના ઉપયોગના મામલે પણ બિહાર આગળ છે. શહેરી ક્ષેત્રમાં પ્રતિ 100 વ્યક્તિ 221 મોબાઇલ છે. એટલે કે દરેક વ્યક્તિ પાસે 2 અથવા તેનાથી વધુ મોબાઇલ ફોન છે. જોકે ગ્રામીણ ક્ષેત્રમાં આંકડો પ્રતિ 100 વ્યક્તિ 44 છે. બિહારમાં બાળકો માટે બજેટ નિર્માણની પ્રક્રિયા 2013-14માં શરૂ કરવામાં આવી અને 2013-4 થી 2017-18 વચ્ચે બાળકો માટે ફાળવણીમાં 21.5 ટકાના વાર્ષિક દરે વધારવામાં આવી છે.

(4:42 pm IST)