Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ટ્રાફીક પોલીસ બન્યા કિરણ બેદી

દેશના પહેલા મહિલા આઈપીએસ અને પોંડીચેરીના લેફટનન ગર્વનર કિરણ બેદી ટ્રાફીક પોલીસની ફરજ અદા કરતા હોય તેવો વિડીયો સોશ્યલ મિડીયામાં ફરી રહ્યો છે. આ વીડીયોમાં તેઓ ટ્રાફીક નિયમોને તોડનારને તેમની જવાબદારીનો અહેસાસ કરાવવાની સાથે જરૂર પડયે ફટકાર લગાવતા પણ દેખાય છે. તેમણે પોંડીચેરીમાં હેલ્મેટ ન પહેરનાર લોકોને રોકી સમજાવતા હતા. આ દરમિયાન એક પરિવારના ૪ લોકો સ્કૂટરમાં  નિકળતા તેમને રોકી કિરણ બેદીએઁ સમજાવેલ કે આ ખોટી રીતે છે. આમાં ચારેય લોકો પડી શકે છે અને તેઓ ઈજાગ્રસ્ત પણ બને છે. તેમણે રીક્ષાવાળાને પણ વધુ પેસેન્જર ન બેસાડવા કડક સૂચના આપેલ.

(3:54 pm IST)