Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ખાનગી મેડીકલ કોલેજના છાત્રોને હવે ઇન્ટરશીપનું મહેનતાણુ મળશે

મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ બનાવી ખાસ યોજના

નવી દિલ્હી તા. ૧ર : દેશભરની ખાનગી મેડીકલ કોલેજો સાથે સંકળાયેલા એમ. બી. બી. એસ. ઇન્ટર્ન છાત્રો માટે ખુશખબર સરકારે આપ્યા છે. મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાની બોર્ડ ઓફ ગવર્નસ (બીઓજી) ની લાંબા સમયની માંગણીનો સ્વીકાર કરી ખાનગી મેડીકલ કોલેજોના છાત્રો માટે તાલીમી ભથ્થા દેવાની યોજના બનાવી છે.

સરકારી સંસ્થાઓમાં મળનાર ભથ્થા મુજબ જ ભથ્થા આપવામાં આવશે. દેશની તમામ સરકારી મેડીકલ કોલેજોના છાત્રોની ૪ વર્ષ અને ૬ માસના શૈક્ષણીક કોર્ષ પુર્ણ કર્યા બાદ ફરજીયાત ૧ વર્ષ માટે ઇન્ટર્નશીપ કરવામાં આવે છે. જેમાં ભથ્થા પણ આપવામાં આવે છે. જયારે ખાનગી કોલેજોના છાત્રોને ભથ્થા મળતા ન હતાં. જે ભથ્થા હવે ખાનગી મેડીકલ કોલેજના છાત્રોને પણ મળશે.

(3:35 pm IST)