Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

એકથી વધારે ફલેટ વેચીને ખરીદશો ૧ ફલેટ તો પણ મળી શકશે ટેક્ષ છુટનો ફાયદો

ઇન્કમટેક્ષ એપેલેટ ટ્રીબ્યુનલનું મહત્વનું નિવેદન : બે વર્ષ સુધી મકાન રાખી પછી વેચાય તો તેનાથી થયેલ લાભ લોંગ ટર્મ કેપીટલ ગેઇન્સ કહેવાય

મુંબઈ તા. ૧૮ : ઇન્કમ ટેકસ એપલેટ ટ્રિબ્યુનલ(ITAT) દ્વારા હાલમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહેવામાં આવ્યું કે કોઈ ટેકસ પેયર જો એકથી વધુ ફલેટ્સનું વેચાણ કરે તો તેનાથી મળેલ લોંગ ટર્મ કેપિટલ ગેનઇ્સ દ્વારા દેશમાં નક્કી કરવામાં આવેલ એક નિશ્ચિત સમય મર્યાદમાં જો બીજુ કોઈ ઘર ખરીદે છે તો તેને ટેકસ છૂટનો ફાયદો મળવો જોઈએ. એપલેટ ટ્રિબ્યુનલે આ ચુકાદાથી મુંબઈના ટેકસ પેયર્સને ઘણો ફાયદો થશે. આ સાથે જ દેશમાં અન્ય વિસ્તારોમાં જે તે ક્ષેત્રની ન્યાય પાલિકાએ આ મુદ્દે કોઈ વિશેષ ચુકાદો ન આપ્યો હોય તો પોતાના કેસમાં પણ મુંબઈ ટ્રિબ્યુનલનું ઉદાહરણ આપીને પોતાનો પક્ષ મજબૂત બનાવી શકે છે. સાામાન્ય રીતે ટેકસ પેયર્સ બે ઘર હોય તો તેને વેચીને મોટું ઘર લેતા હોય છે.

ઇન્કમ ટેકસ એપલેટ ટ્રિબ્યુનલે ટેકસ પેયર્સની એ દલીલ પર હકારાત્મકતા દર્શાવી કે જેમાં કહેવામાં આવ્યું કે IT એકટના સેકશન ૫૪ અંતર્ગત એક આવાસીય મકાનને વેચવાથી મળેલ કેપિટલ ગેન્સ દ્વારા દેશમાં એકથી વધુ રહેણાંક મકાન ખરીદવા પર પાબંધી છે. અલબત્ત જો એકથી વધારે રેસિડેન્શિયલ મકાનના વેચાણથી થયેલી આવકથી એક મકાન ખરીદવા પર કોઈ પાબંધી નથી.

ઇન્કમ ટેકસ એકટના સેકશન ૫૪દ્ગક્ન કારણે આ વિવાદ છે. આ સેકશન કહે છે કે જો રોકાણ દેશમાં એક નિશ્ચિત સમય મર્યાદાની અંદર એક ઘર ખરીદવા માટે કરવામાં આવ્યું હોય તો LTCGનો એક ભાગ ટેકસ ફ્રી થઈ જાય છે.

આ દલીલ સાંભળ્યા પછી ટ્રીબ્યુનલે કહ્યું કે, 'સેકશન ૫૪ની જોગવાઈ કોઈપણ સંખ્યામાં રહેણાંક મકાનોના વેચાણથી પ્રાપ્ત કેપિટલ ગેન્સ દ્વારા એક મકાનની ખરીદી પર લાગૂ થાય છે. તેના માટે એક જ શરત છે કે તે યોગ્ય સમયસીમા મર્યાદામાં થયું હોવું જોઈએ.' સંયોગથી આ વખતે બજેટમાં પણ વધારાની છૂટછાટ આપવામાં આવી છે. તેમાં દેશમાં બે ઘરમાં રોકાણનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. પરંતુ તેનો ઉપયોગ જીવનમાં એક જ વાર કરવામાં આવી શકે છે.

એકથી વધારે મકાન વેચીને એક નવી રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી ટેકસ છૂટના દાવાને રદ કરતા અનેક ઉદાહરણ જોવા મળ્યા હશે. ઉલ્લેખનીય છે કે કોઈ વ્યકિત ઓછામાં ઓછું બે વર્ષ સુધી પોતાના માલિકી હક્કમાં કોઈ રહેણાંક મકાન રાખે છે અને પછી વેચી દે છે તો તેનાથી થયેલા લાભને LTCG માનવામાં આવે છે. આ લાભ પર ઇન્ડેકસ બેનેફિટ આપની ૨૦% ટેકસ વસૂલવામાં આવે છે.(૨૧.૨૭)

(3:27 pm IST)