Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અટલજીના પૂર્ણ કદના પોટ્રેટનું રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે અનાવરણ

સંસદ ભવનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સંસદ ભવનના મધ્યસ્થ ખંડમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયજીની પૂર્ણ કદની તસવીરનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવેલ કે અટલજીની દીર્ધદૃષ્ટિ અને લીડરશીપ કારણે ભારત આજે ર૧મી સદીમાં નવા જોમ અને વિશ્વમાં તાકાતવર ઓળખ તરીકે પ્રવેશ્યુ છે. આ અનાવરણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ, ઉપરાષ્ટ્રપતિ નાયડુ, ગુલાબનબી આઝાદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. વૃંદાવનના ચિત્રકાર કૃષ્ણ કન્હાઇએ આ પોટ્રેટ તૈયાર કર્યું હતું. (૮.૧૯))

(3:25 pm IST)