Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે નરેન્દ્ર મોદીઃ ૧૦ રૂપિયામાં થશે ઇલાજ

નવી દિલ્હી : ઝજ્જરમાં તૈયાર થયેલ દેશની સૌથી મોટી કેંસર સંસ્થામાં પ્રોટોન થેરેપીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ એવી થેરેપી છે જેમાં પ્રોટોન બીજથી દર્દીઓના કેન્સરની ટયુમરને નષ્ટ કરવામાં આવે છે. આના માટે એમ્સ દ્વારા અતિ આદ્યુનિક મશીનનો ઓર્ડર પણ અપાઇ ગયો છે. ખાનગી હોસ્પિટલોમાં આ મશીનથી ઇલાજનો ખર્ચ ૨૦ થી રપ લાખ રૂપિયા થાય છે.

હાલમાં આ સંસ્થાનમાં ૫૦ બેડની સુવિધા શરૂ કરાઇ છે. આ વર્ષના અંત સુધીમાં અહીં ૪૦૦ બેડની સુવિધા શરૂ થઇ જશે.

(3:14 pm IST)