Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જમ્મુ-કાશ્મીરમાં સેના-આતંકીઓ વચ્ચે ફરી સવારથી અથડામણ

જમ્મૂ-કશ્મીરમાં આજે પણ દિવસની શરૂઆત સેના અને આતંકીઓ વચ્ચે અથડામણથી થઈ છે. જમ્મૂ-કશ્મીરના પુલવામાં કેટલાક આંતકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. પુલવામાના રત્નીપુરામાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. સેના દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરવામાં આવ્યો છે. આતંકીઓનો ખાતમો બોલાવવા માટે સેના દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરવામાં આવ્યો છે અને સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ઉરી આર્મી બેઝ કેમ્પ ખાતે ગઈ કાલે પણ શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. ત્યારે સેનાના જવાનો પણ હાલ અલર્ટ પર છે.

(3:13 pm IST)
  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST