Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભારતીય સરહદ ઉપર ચીનની સતત હિલચાલ

અરૂણાચલ પ્રદેશમાં ઇન્ડો-તિબેટ બોર્ડર ઉપર મોટો સળવળાટઃ તાકિદે ૯ બટાલિયન મંગાવી

 નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશને અડીને આવેલ ચીન સરહદ પર ચીની સૈનિકોની તરફથી ઘૂસણખોરીને કાબૂમાં લેવા માટે ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)એ ગૃહમંત્રાલય પાસે વધુ ૯ બટાલિયનોની માંગણી કરી છે. ભારત ચીન સરહદ પર ભારતીય સેનાની સાથે લેહથી લઇ અરૂણાચલ પ્રદેશ સુધી આઇટીબીપીના જવાન તૈનાત છે. ચીની સૈનિક છેલ્લાં કેટલાંક સમયથી લેહથી લઇ ઉત્ત્।રાખંડના બારોહોતી અને અરૂણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરતા રહ્યા છે. અરૂણાચલ પ્રદેશમાં આઇટીબીપીની એક પોસ્ટ પરથી બીજી પોસ્ટનું અંતર કેટલીય જગ્યાઓ પર ૧૦૦ કિલોમીટરથી પણ વધુ છે. એવામાં ચીની સૈનિકોની ઘૂસણખોરીની માહિતી યોગ્ય સમય પર મળતી નથી.

પહાડ અને જંગલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવું સરળ નથી હોતું અને કેમ્પની વચ્ચે કેટલાંય કિલોમીટરના અંતરથી સમસ્યા પણ વધુ જાય છે.

થોડાંક દિવસ પહેલાં દેશની પૂર્વી સરહદ પર ચીની સૈન્યનો જમાવડો થતા ચિંતા વધવાની વચ્ચે સરકારે સામરિક રીતે મહત્વ ધરાવતી ભારત તિબેટ સીમા પોલીસ (આઇટીબીપી) કમાનને ચંદીગઢથી જમ્મુ-કાશ્મીરમાં લેહ મોકલવાનો આદેશ હતો. આઇટીબીપીને લદ્દાખના આઠ હજારથી ૧૪૦૦૦ ફૂટ ઊંચા બર્ફીલા પહાડો પર ૪૦ સરહદ ચોકીની સ્થાપના કરવાની મંજૂરી છે, જયાં તાપમાન શૂન્યથી ૪૦ ડિગ્રી સેલ્સિયસ નીચે સુધી જાય છે. આ ચોકીઓમાં મોસમ નિયંત્રણ તંત્ર અને અન્ય સુવિધાઓ હશે.

અત્યાર સુધી લેહમાં આઇટીબીપીનું એક સેકટર પ્રતિષ્ઠાન છે, જેનું નેતૃત્વ ડીઆઈજી રેન્કના એક અધિકારી કરે છે. તેના અંદાજે ૯૦૦૦૦ કર્મીઓ   પેંગોંગ તળાવની દેખરેખ રાખે છે, અને ચીન પાસેથી પસાર થનાર હિમાલયી પર્વતીય શ્રૃંખલાની ઉપરના ભાગ પર પણ નજર રાખે છે.  (૪૦.૬)

(1:35 pm IST)