Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

નેપાળમાં અધધ...360 કિલો ગાંજો ઘુસાડવાના આરોપસર 3 ભારતીયની ધરપકડ : બિહારના ગુલફખાન તથા મરૂપાલ વર્મા અને યુ.પી.નો ઓમપ્રકાશ કસ્ટડીમાં

ખટમંડુ : નેપાળમાં .360 કિલો ગાંજો ઘુસાડવાના આરોપસર રવિવારે  3 ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. જેમાં  બિહારના ગુલફખાન તથા મરૂપાલ વર્મા અને યુ.પી.ના  ઓમપ્રકાશનો સમાવેશ થાય છે.

નનામી માહિતીના આધારે નેપાળ પોલીસે કરેલી તપાસના આધારે ધાદિંગ જિલ્લામાંથી કન્ટેનરમાં ગેરકાયદે નશાયુક્ત પદાર્થ સાથે આ 3 આરોપીઓ પકડાઈ ગયા હતા.જેમની પાસેથી વિશેષ માહિતી મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)