Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભેદી રસાયણ અને ઇસ્લામી સંદેશા સાથેના ભેદી કવર ભારતથી ગ્રીસમાં પહોંચતા હડકંપ : એથિન્સ સહિત જુદા જુદા શહેરોની યુનિવર્સીટીઓમાં મોકલાયેલા ડઝનબંધ કવરોની તપાસ શરૂ : ભારત તથા ગ્રીસ વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડવાનું ષડયંત્ર

એથિન્સ :  ભેદી રસાયણ અને ઇસ્લામી સંદેશા સાથેના ભેદી કવર ભારતથી ગ્રીસમાં પહોંચતા હડકંપ મચી જવા પામેલ છે.એથિન્સ સહિત જુદા જુદા શહેરોની યુનિવર્સીટીઓમાં મોકલાયેલા ડઝનબંધ કવરોની  તપાસ શરૂ કરી દેવાઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ  ભારત તથા ગ્રીસ વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડવાનું ષડયંત્ર હોવાનું જણાયું છે.કવર ખોલતાની સાથે તેમાં રહેલા રસાયણોને કારણે આંખ ,નાક ,તથા મોઢા ઉપર બળતરા થવાની ફરિયાદો કરાઈ હતી.અમુક કવરોમાં ઇસ્લામી સંદેશાઓ જોવા મળ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:22 pm IST)
  • દેશમાં કરન્સી સરકયુલેશન પહોંચ્યુ રૂ. ર૦.૬પ લાખ કરોડઃ નોટબંધી પૂર્વે હતું રૂ. ૧૭.૯૭ લાખ કરોડ: દેશમાં રોકડનું સરકયુલેશન નવી ઉંચાઇએ પહોંચ્યુ છે. નોટબંધી પૂર્વ ચલણમાં રોકડ રૂ. ૧૭.૯૭ લાખ કરોડ હતી જે ૧૮ જાન્યુ. ર૦૧૯ના રોજ રૂ. ર૦.૬પ લાખ કરોડની નવી ઉંચાઇએ પહોંચી ગયું છે. access_time 11:17 am IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • ટીએમસી ધારાસભ્યની હત્યા મામલે આરોપી મુકુલ રોયે આગોતરા જમીન અરજી કરી :મુકુલ રોયના વકીલ શુભાશિષ દાસગુપ્તાએ કહ્યું કે આગોતરા જમીન અરજી જસ્ટિઝ જોયમાંલયો બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવશે તેવી આશા છે access_time 1:07 am IST