Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પુલવામાં ત્રાસવાદીઓ સામે શરૂ કરાયેલુ મોટુ ઓપરેશન

સામ સામે ગોળીબારની જોરદાર રમઝટ : ત્રાસવાદીની હાજરી અંગે બાતમી મળ્યા બાદથી કાર્યવાહી શરૂ : ત્રાસવાદીઓ મોટા હુમલાને અંજામ આપવા ઇચ્છુક

પુલવામા,તા. ૧૨: જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ હાલમાં તેમના અસ્તિત્વની લડાઇ હવે લડી રહ્યા છે. સેનાના ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે. રવિવારના દિવસે પાંચ કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ હવે ત્રાસવાદીઓ બદલો લેવા માટે હુમલાની ફિરાકમાં છે. ઉરીમાં રવિવારની રાત્રે કેમ્પની નજીક શંકાસ્પદ ત્રાસવાદીઓની ગતિવિધી જોવા મળી હતી. ત્યારબાદ સાવધાન થયેલા સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. સર્ચ ઓપરેશનના ભાગરૂપે બે લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ત્રાસવાદીઓ સતત હુમલાના પ્રયાસ કરી રહ્યા છે. ત્રાસવાદીઓને આજે સવારમાં ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સેનાને હાલમાં મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ મોટુ ઓપરેશન પાર પાડીને પાંચ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ કાર્યવાહીમાં એક અધિકારી પણ શહીદ થયા હતા. આઠ કલાકથી પણ વધુ સમય સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. શનિવારે મોડી રાત્રે સેનાને કેલમ વિસ્તારમાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિત મળી હતી. આ માહિતી મળ્યા બાદ સેનાની નવ રાષ્ટ્રીય રાયફલ, જમ્મુ-કાશ્મીર પોલીસના એસઓજીની ટુકડી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સની ટીમના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને કેલમ ગામમાં જોરદાર ઘેરાબંધી કરી હતી. ત્યારબાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન બાદ બે ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવતા ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો.

(10:01 pm IST)
  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST