Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ટવીટરના વડાને સંસદની આઇટી સમિતિએ મોકલ્યું સમન્સ : 25મીએ હજાર થવા કહેણ

ટ્વિટરના વડા જેક ડોરસી સમિતિ સમક્ષ હાજર ના થતાં સમિતિએ તેની ગંભીર નોંધ લીધી

નવી દિલ્હી :માઇક્રોબ્લોગ સાઇટ ટ્વિટરના વડાને સંસદની આઇટી સમિતિએ ૨૫ ફેબ્રુઆરીએ હાજર રહેવા સમન્સ પાઠવ્યો હતો, એમ સમિતિના ચેરમેન અનુરાગ ઠાકુરે કહ્યું હતું.

સોમવારે ટ્વિટરના વડા જેક ડોરસી સમિતિ સમક્ષ હાજર ના થતાં સમિતિએ તેની ગંભીર નોંધ લીધી હતી. ટ્વિટર ઇન્ડિયાના પ્રતિનીધીઓ બેઠકના સ્થળે પહોંચ્યા હતા. જો કે સમિતિએ તેમને બેઠકમાં બોલાવ્યા જ ન હતા, એમ સૂત્રોએ કહ્યું હતું.

(11:39 am IST)
  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST

  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST