Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

બિહારમાં બર્ડ ફલુથી ખળભળાટઃ જહાનાબાદમાં હાઈએલર્ટ જાહેર

પટણા, મુંગેર, મુઝફફરપુરમાં બર્ડ ફલુ ફેલાવાની માહિતી મળ્યા બાદ મુંગેર અને પટણા જિલ્લામાં સેંકડો મરઘીઓને મારી નાખવામાં આવીઃ હોસ્પીટલમાં ખાસ વોર્ડ ઉભો કરાયોઃ કલેકટર ઓફિસ સંકુલમાંથી મળેલા બે કાગડામાં બર્ડ ફલુના વાયરસ જોવા મળતા ખળભળાટ મચી ગયોઃ તમામ પોલ્ટ્રી ફાર્મના મરઘાઓના નમૂના તપાસ માટે મોકલાયા

પટણા : બિહારના મુંગેર અને બાંકા પછી હવે જહાનાબાદ જિલ્લામાં પણ બર્ડ ફલુ ફેલાયો છે. જહાનાબાદના સિવિલ સર્જન ડો. દિલીપકુમારે કહ્યું કે ૧ ફેબ્રુઆરીએ કલેકટર કચેરીના પટાંગણમાં સંખ્યાબંધ મૃત્યુ પામેલ કાગડા મળી આવ્યા. જેમાંથી ૨ મરેલ કાગડાના નમૂનાની તપાસ ભોપાલની લેબમાં કરાવાતા બર્ડ ફલુના ખતરનાક એચ ફાઈવ એન વાયરસ મળી આવ્યા છે.

આ પછી જહાનાબાદમાં બર્ડ ફલુ અંગે હાઈએલર્ટ જાહેર કરેલ છે. પશુપાલન વિભાગે તમામ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના નમૂના લઈ તપાસમાં મોકલવા આદેશ આપ્યા છે. સમગ્ર શહેરમાં બ્લીચીંગ પાવડરનો છંટકાવ થઈ રહ્યો છે. સદર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવ્યો છે જયાં સંભવિત દર્દીની તપાસ માટે નમૂના એકત્ર કરવા ટીમ બનાવાઈ છે.

બિહારની રાજધાની પટણા ઉપરાંત મુંગેર, મુઝફફરપુરમાં બર્ડ ફલુ ફેલાયાની માહિતી પરથી મુંગેર અને પટણા જિલ્લામાં સેંકડો મરઘાની કત્લ કરવામાં આવી હતી.

પટણાના સંજય ગાંધી બોટાનીકલ બગીચામાં બર્ડ ફલુના લીધે કેટલાક મોરના મોત પછી ૨૫ ડિસેમ્બર ૨૦૧૮થી આ ઉદ્યાનમાં પ્રવેશ બંધ કરાયો છે. અહિં એચ ફાઈવ એનના ખતરનાક વાયરસે ૬ મોરનો ભોગ લીધો છે.

એવીયન ઈન્ફલુએન્ઝા (એચ ફાઈવ એન વન) વાયરસ વિશ્વભરમાં બર્ડ ફલુના નામથી પ્રસિદ્ધ થયેલ છે. આ ખતરનાક વાયરસનો ફેલાયો માણસો અને પક્ષીઓને ઝપટે લઈ ભારે અસર કરે છે.

બર્ડ ફલુનું ઈન્ફેકશન મરઘા, ટર્કી, ગીઝ, બતક જેવી પ્રજાતિઓના પક્ષીઓને વધુ અસર કરે છે. જેના મૃત્યુ સુધીનો ખતરો રહે છે.

બર્ડ ફલુના લક્ષણમાં હંમેશા તાવ, કફ રહેવા, નાકમાંથી પાણી વહેવા, માથાનો દુઃખાવો, ગળામાં સોજો, માંસપેશીઓમાં દુઃખાવો, ઝાડા થવા, સતત ઉલ્ટી - ઉબકા થવા, પેટના નીચેના ભાગમાં દર્દ રહેવું, શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાવી, ન્યુમોનિયા થવો, શ્વાસ ચડવો, આંખમાં કન્જકટીવાઈટીસ જોવા મળે તો સાવધાની રાખવી.મરેલા પક્ષીઓથી દૂર રહેવું. જો આસપાસમાં પક્ષીનું મોત થઈ જાય તો તેની જાણ સંબંધિત વિભાગને તુરત કરવી. બર્ડ ફલુવાળા વિસ્તારમાં નોનવેજ ખાવુ નહિં. જયાથી નોનવેજ ખરીદો ત્યાં સફાઈનું પૂરૂ ધ્યાન રાખવુ અને માસ્ક પહેરીને આ વિસ્તારોમાં બહાર નીકળવુ હિતાવહ છે.(૩૭.૪)

(11:16 am IST)
  • અંજારમાં ગુજરાત પોલીસે કર્યું દિલધડક ઓપરેશન: ATM વાનના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી રૂ. 34 લાખની લૂંટ કરનાર હરિયાણાની ગેંગના બે સાગરિતોની કરી ધરપકડ : લૂંટારાઓ દ્વારા ફાયરીંગ કરવા છતાં પોલીસે જીવના જોખમે પાંચ કિલોમીટર સુધી પીછો કરી ઝડપી પાડયા access_time 1:12 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • લોકસભામાં પસાર થયેલું નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંરજૂ ન થઇ શક્યું : કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોની ભારે ધાંધલ ધમાલ વચ્ચે બિલ રજૂ કરવા માટે કાલે છેલ્લો દિવસ : મણિપુર સહિતના રાજ્યોમાં બિલના વિરોધમાં હિંસક દેખાવો ,કર્ફ્યુ,તથા ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ access_time 6:30 pm IST