Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

હોંડાની બ્રિયો કારનું ઉત્પાદન બંધ અમેજનું વેચાણ વધારવા યોજના

નવીદિલ્હી,તા.૧૨: જાપાનની કાર નિર્માતા કંપની હોન્ડાએ ભારતમાં હેચબેક કાર બ્રિયોનું ઉત્પાદન બંધ કર્યું છે ૧૭ વર્ષ અગાઉ આ મોડલ ભારતમાં લોન્ચ કર્યું હતું. હવે કંપની કોમ્પેકટ સેડાન અમેજનું વેચાણ વધારશે અમેજ હવે  કંપનીની સૌથી ઓછી કિંમતની કાર હશે.

 ગયા વર્ષમાં ભારતમાં સેડાનનું વેચાણ વધુ હતું. જેઝ અને ડબલ્યુઆર-વી અન્ય બે મોડેલ છે. હોન્ડાએ સપ્ટેમ્બર ૨૦૦૧ માં બ્રિયોને લોન્ચ કરી હતી અને અત્યાર સુધીમાં ૯૭,૦૦૦ કારનું વેચાણ કર્યું છે. કંપનીએ તેની મલ્ટી પર્પઝ વ્હિકલ મોબીલીયોનું વેચાણ ૨૦૧૭ માં બંધ કરી દીધું હતું.

(9:54 am IST)