Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ડોલર ઇન્ડેકસ વધતા વૈશ્વિક બજારમાં સોના- ચાંદીમાં ઉંચા મથાળેથી દબાણ

નવીદિલ્હી,તા.૧૨: ડૉલર ઈન્ડેકસમાં વધારાથી વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ બનતું દેખાઈ રહ્યું છે, કોમેકસ પર ભાવ ૧૩૧૧ ડૉલરની પાસે પહોચતા જોવા મળ્યા હતા. જ્યારે સ્થાનિક બજારમાં કિંમતો લગભગ ૧૦૦ રૂપિયા જેટલી તૂટી ગઈ છે.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ દબાણ જોવા મળી રહ્યું છે, સાથે જ સ્થાનિક બજારમાં પણ નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

(9:53 am IST)