Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પ્રાઇવેટ શાળાઓ વેપારીઓ કરતા પણ બેશરમ, સરકાર સંભાળે સંચાલન : પાક. સુપ્રીમ કોર્ટ

ખાનગી શાળાઓની તરફથી રજુ થયેલા વકીલે દલીલ કરી કે તંત્રનો ઇરાદો કોર્ટનો અનાદર કરવાનો

ઇસ્લમાબાદ તા. ૧૨ : પાકિસ્તાનમાં શિક્ષણ હવે વ્યાપારનું સ્વરૂપ લઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ અંગે ચિંતા વ્યકત કરતા કહ્યું કે ખાનગી શાળાઓ નાણા કમાવાનો ધંધો નથી. સાથે જ કોર્ટે સરકારને એવી શૈક્ષણીક સંસ્થાઓનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો આદેશ આપતા ખાનગી શાળાઓનાં રાષ્ટ્રીયકરણનાં સંકેત પણ આપ્યા. જીયો ટીવીના અનુસાર ત્રણેય ન્યાયાધીશોની પીઠે આ ટિપ્પણી ઇસ્લામાબાદની બે ખાનગી શાળાઓને તંત્રની તરફથી ટોપના ન્યાયાધીોને સંબોધિત કરતા એક પત્રમાં તિરસ્કારપુર્ણ ભાષાનો ઉપયોગ કરવા અંગે સુનવણી દરમિયાન કર્યો. ન્યાયમુર્તિ અહેમદ ગુલઝાર, ન્યાયમૂર્તિ ફૈઝલ અરબાબા અને ન્યાયમૂર્તી ઇજાજુલ અહસનનો સમાવેશ થાય છે.

ન્યાયમૂર્તિ અહેસને ખાનગી શાળાના પ્રાધિકારીઓને કહ્યું કે, તમે શાળાની ફી વધારવા અંગે કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને નિષ્ઠુર નિર્ણય ગણાવવાની ધૃષ્ટતા કઇ રીતે કરી. અભિભાવકોને મોકલવામાં આવેલા તમારા પત્ર કોર્ટની અવગણના છે. ન્યાયમૂર્તિ ગુલજારે કહ્યું કે, તમે તમે કઇ પ્રકારે વાતો લખો છો ? અમે તમારી શાળાને બંધ કરી દેવી જોઇએ અને એટલે સુધી કે તેનું રાષ્ટ્રીયકરણ પણ કરવામાં આવી શકે છે.

દરેક સરકાર પાસે તમારી શાળાઓને તંત્ર મુદ્દે પહોંચવા માટે કહી શકે છે. એકસપ્રેસ ન્યુઝે સમાચારમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતા સમાચારો અંગે કહ્યું કે, હાઇકોર્ટે ખાનગી શાળા દ્વારા લેવામાં આવતી ફીમાં ૨૦ ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો હતો. પત્ર આ આદેશ સંબંધિત છે.(૨૧.૪)

(9:51 am IST)
  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST