Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

યુપીમાં કોંગી બેકફુટ પર નહીં ફ્રન્ટફુટ ઉપર રમશે

રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો : ભાષણના અંતે રાહુલ ગાંધી ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા વર્ષ ૨૦૨૨ની ચૂંટણી ઉપર મુખ્ય ધ્યાન અપાયું : રાહુલ ગાંધી

લખનૌ, તા. ૧૧ : લખનૌમાં કોંગ્રેસ પાર્ટીના રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે હવે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. રોડ શોના ગાળા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટી અહીં બેકફુટ ઉપર નહીં બલ્કે ફ્રન્ટફુટ ઉપર રમશે. આની સાથે જ પ્રિયંકા ગાંધી વાઢેરા અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉત્તરપ્રદેશના પ્રભારી મુખ્યરીતે ૨૦૨૨ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને બનાવવામાં આવ્યા છે. રાહુલે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશનું કોઇ કેન્દ્ર છે, દિલ છે તો લખનૌ છે. પ્રિયંકા અને સિંધિયાને અહીંના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ મજબૂત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં વર્ષોથી અન્યાય થઇ રહ્યો છે. આ અન્યાયની સામે પ્રિયંકા અને સિંધિયાને લડવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ન્યાય કરી શકે તેવી સરકાર લાવવાની જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે, આ બંને નેતાઓનું ધ્યાન લોકસભામાં જરૂર છે પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ૨૦૨૨માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો છે. અમે અહીં આક્રમક રમત રમવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી કોંગ્રેસની વિચારધારાવાળી સરકાર બનશે નહીં ત્યાં સુધી પ્રિયંકા અને સિંધિયાની સાથે અમે ચેઇનથી બેસીસું નહીં. લોકોને સંબોધનમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો સહિત લખનૌની જનતાનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાષણ દમરિયાન ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, રાફેલના મામલામાં મોદીએ સમાંતર બેઠકો યોજી હતી. અનિલ અંબાણીને ૩૦૦૦૦ કરોડ રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યા હતા. રોડ શો દરમિયાન રાહુલે ચોકીદાર ચોર હૈના નારા લગાવીને ઉત્તેજના જગાવી હતી. રાહુલ ગાંધી સ્પષ્ટ સંકેત આપતા રહ્યા છે કે, ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને સપા અનેબસપાની સાથે તેઓ રહેલા છે.

(7:38 pm IST)
  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST