Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

મિશન ઉત્તરપ્રદેશ : પ્રિયંકા સામે શ્રેણીબદ્ધ પડકારો છે

પાર્ટીને મજબૂત ઉમેદવારોની પણ શોધ રહેશે : ઉમેદવારોની પસંદગી પ્રિયંકાની સામે મુખ્ય પડકાર રહેશે

લખનૌ, તા. ૧૧ : લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં મોટી જવાબદારી પ્રિયંકા ગાંધી વાઢેરાએ સંભાળી લીધી છે પરંતુ તેમના માટે અનેક પડકારો છે. કોંગ્રેસની હાલત ઉત્તરપ્રદેશમાં નહીવત સમાન બનેલી છે. આવી સ્થિતિમાં તેમની સામે મજબૂત સ્થિતિ મજબૂત પાર્ટીઓ સામે ટક્કર લેવાની બાબત મુશ્કેલરુપ રહેશે. કમજોર સંગઠન, નબળા નેતાઓ, પૂર્વાંચલમાં હાલત કફોડી, વોટબેંકની રાજનીતિ અને જીતી શકાય તેવા ઉમેદવારો પાર્ટીમાં નહીં હોવાથી કોંગ્રેસની હાલત કફોડી બનેલી છે. ૧૯૮૯માં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના હાથમાંથી સરકાર નિકળી ગયા બાદ ક્ષેત્રિય પાર્ટીઓ આગળ વધી ગઈ છે. સપા અને બસપાની સ્થિતિ મજબૂત બની ગઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ખુબ પાછળ ફેંકાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી મોદી લહેર વચ્ચે ૨૦૧૪માં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને બસપા અને સપા સહિત કોંગ્રેસનો સફાયો થયો હતો. આ તમામ પડકારો વચ્ચે તેમની સામે અનેક પડકારો છે. પ્રિયંકા સામે સૌથી મુશ્કેલ મોદી અને યોગીની જોડીને રોકવાનો છે. પૂર્વાંચલની ૪૩ લોકસભા સીટો પર મુલ્યાંકન માટે પ્રિયંકા પાસે વધારે સમય નથી. અમેઠી અને રાયબરેલી સુધી મર્યાદિત રહેલા પ્રિયંકાને મોટા ક્ષેત્રિય ચિત્રને સમજવાની બાબત ખુબ મોટી સમસ્યા તરીકે સાબિત થઇ શકે છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી બંને પાર્ટીઓ મજબૂતી તરફ આગળ વધી રહી છે. પ્રિયંકાની મદદમાં વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા છે.

(7:36 pm IST)
  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST