Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જો તમારી પાસે પાનકાર્ડ હશે તો અગાઉથી જ ખબર પડી જશે કે ઇન્‍કમટેક્ષ વિભાગ તમને નોટીસ મોકલશે કે નહીં ?

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2018-19 માટે જો તમે તમારા ટેક્સ ઇનવેસ્ટમેંટ પ્રૂફ જમા કરાવ્યા નથી તો 31 માર્ચ તેને જમા કરાવી દો. આમ કરશો નહી તો તમારો ટેક્સ કપાઇ જશે. તો બીજી તરફ અત્યાર સુધી ગત વર્ષના ટેક્સ રિટર્ન ફાઇલ ન કરનારાઓને પણ સાવધાન રહેવાની જરૂર છે. ટેક્સ રિટર્ન નહી ભરનારાઓને મોટાભગે ડર સતાવે છે કે તેમને ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા નોટીસ આવી શકે છે. ઇનકમ ટેક્સ વિભાગ એવા લોકોની સ્ક્રૂટની કરે છે, જેમને નોટીસ મોકલવાની હોય છે.

હવે મુશ્કેલી એ છે કે તમને કેવી રીતે ખબર પડશે કે તમને નોટીસ આવશે કે નહી. ગભરાશો નહી, તેની એક સરળ રીત છે. જો તમારી પાસે પાનકાર્ડ (PAN) નંબર છે તો તમે જાણી શકો છો કે ઇનકમ ટેક્સ વિભાગ તમને નોટીસ મોકલશે કે નહી.

PAN દ્વારા ખબર પડે છે ટેક્સ પ્રોફાઇલ

તમારું પાન તમારી ટેક્સ પ્રોફાઇલ બતાવે છે. કેંદ્વ સરકાર પણ તમારા પાન નંબરથી જ મિનિટોમાં તમારી ટેક્સ પ્રોફાઇલ ચેક કરી લે છે કે તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી રહ્યા છો કે નહી. ત્યારબાદ જ સરકાર તપાસ શરૂ કરે છે કે તમારી ઇનકમ કેટલી છે અને તમે ટેક્સ ચોરી તો કરતા નથી ને.

આ રીતે ચેક કરો નોટીસ આવશે કે નહી

ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ https://www.incometaxindia.gov.in પર જઇને તમે આ ચેક કરી શકો છો કે નાણાકીય વર્ષ દાખલ કરવામાં આવેલું રિટર્ન પ્રોસેસ થયું છે કે નહી. જો તમે રિટર્ન ફાઇલ કર્યું છે અને તમારું રિટર્ન પ્રોસેસ થયું નથી તો તેનો અર્થ એ છે કે તમને ઇનકમ ટેક્સ વિભાગ નોટીસ મોકલી શકે છે. વેબસાઇટ એક્સેસ કરવા માટે તમારી પાસે લોગઇન આઇડી અને પાસવર્ડ હોવો જોઇએ. જો તમારી પાસે આઇડી નથી તો તમારે વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે.

ચેક કરો ટેક્સ રિટર્નનો રેકોર્ડ

ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર જઇને તમે એ પણ ચેક કરી શકો છો કે તમારું કોઇ ઇનકમ ટેક્સ રિટર્ન પેંડિંગ છે કે નથી. નિયમ અનુસાર ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઇએ. જો તમે રિટર્ન ફાઇલ કર્યું છે અને ઇનકમ ટેક્સ વિભાગના રેકોર્ડમાં આ પેંડિંગ બતાવે છે તો તમારે ઇનકમ ટેક્સ વિભાગની નોટીસ આવી શકે છે. જો નથી કર્યું તો પણ ઇનકમ ટેક્સ વિભાગ તમને નોટીસ મોકલી શકે છે. નોટીસમાં પૂછવામાં આવે છે કે તમે ટેક્સ રિટર્ન કેમ ફાઇલ કર્યું નથી.

આ રીતે જાણો તમારો ટીડીએસ

તમે ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર જઇને તમે ફોર્મ 26 AS પણ જોઇ શકો છો. આ ફોર્મમાં તે બાબતનું વિવરણ હોય છે કે તમારા પાનના અગેંસ્ટ કેટલી ટીડીએસ ઇનકમ પર કાપવામાં આવી છે. આ પ્રકારે તમને અંદાજો આવી જશે કે તમારો કેટલો ટીડીએસ કપાયો છે અને તમારે કેટલો ટેક્સ આપવો પડશે.

(5:16 pm IST)