Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

તમારૂ PAN કાર્ડ જ તમને જણાવશે કે ઇન્કમટેકસ નોટીસ આવશે કે નહી

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે જો તમે તમારા ટેકસ ઇનવેસ્ટમેંટ પ્રૂફ જમા કરાવ્યા નથી તો ૩૧ માર્ચ તેને જમા કરાવી દો. આમ કરશો નહી તો તમારો ટેકસ કપાઇ જશે : બીજી તરફ અત્યાર સુધી ગત વર્ષના ટેકસ રિટર્ન ફાઇલ ન કરનારાઓને પણ સાવધાન રહેવાની જરૂર છે

નવી દિલ્હી તા. ૧૧ : નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે જો તમે તમારા ટેકસ ઇનવેસ્ટમેંટ પ્રૂફ જમા કરાવ્યા નથી તો ૩૧ માર્ચ તેને જમા કરાવી દો. આમ કરશો નહી તો તમારો ટેકસ કપાઇ જશે. તો બીજી તરફ અત્યાર સુધી ગત વર્ષના ટેકસ રિટર્ન ફાઇલ ન કરનારાઓને પણ સાવધાન રહેવાની જરૂર છે. ટેકસ રિટર્ન નહી ભરનારાઓને મોટાભગે ડર સતાવે છે કે તેમને ઇનકમ ટેકસ વિભાગ દ્વારા નોટીસ આવી શકે છે. ઇનકમ ટેકસ વિભાગ એવા લોકોની સ્ક્રૂટની કરે છે, જેમને નોટીસ મોકલવાની હોય છે.

હવે મુશ્કેલી એ છે કે તમને કેવી રીતે ખબર પડશે કે તમને નોટીસ આવશે કે નહી. ગભરાશો નહી, તેની એક સરળ રીત છે. જો તમારી પાસે પાનકાર્ડ (PAN) નંબર છે તો તમે જાણી શકો છો કે ઇનકમ ટેકસ વિભાગ તમને નોટીસ મોકલશે કે નહી.

PAN દ્વારા ખબર પડે છે ટેકસ પ્રોફાઇલ

તમારું પાન તમારી ટેકસ પ્રોફાઇલ બતાવે છે. કેંદ્વ સરકાર પણ તમારા પાન નંબરથી જ મિનિટોમાં તમારી ટેકસ પ્રોફાઇલ ચેક કરી લે છે કે તમે ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલ કરી રહ્યા છો કે નહી. ત્યારબાદ જ સરકાર તપાસ શરૂ કરે છે કે તમારી ઇનકમ કેટલી છે અને તમે ટેકસ ચોરી તો કરતા નથી ને.

આ રીતે ચેક કરો નોટીસ આવશે કે નહી

ઇનકમ ટેકસ વિભાગની વેબસાઇટ https://www.incometaxindia.gov.in પર જઇને તમે આ ચેક કરી શકો છો કે નાણાકીય વર્ષ દાખલ કરવામાં આવેલું રિટર્ન પ્રોસેસ થયું છે કે નહી. જો તમે રિટર્ન ફાઇલ કર્યું છે અને તમારું રિટર્ન પ્રોસેસ થયું નથી તો તેનો અર્થ એ છે કે તમને ઇનકમ ટેકસ વિભાગ નોટીસ મોકલી શકે છે. વેબસાઇટ એકસેસ કરવા માટે તમારી પાસે લોગઇન આઇડી અને પાસવર્ડ હોવો જોઇએ. જો તમારી પાસે આઇડી નથી તો તમારે વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે.

ચેક કરો ટેકસ રિટર્નનો રેકોર્ડ

ઇનકમ ટેકસ વિભાગની વેબસાઇટ પર જઇને તમે એ પણ ચેક કરી શકો છો કે તમારું કોઇ ઇનકમ ટેકસ રિટર્ન પેંડિંગ છે કે નથી. નિયમ અનુસાર ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલ કરવું જોઇએ. જો તમે રિટર્ન ફાઇલ કર્યું છે અને ઇનકમ ટેકસ વિભાગના રેકોર્ડમાં આ પેંડિંગ બતાવે છે તો તમારે ઇનકમ ટેકસ વિભાગની નોટીસ આવી શકે છે. જો નથી કર્યું તો પણ ઇનકમ ટેકસ વિભાગ તમને નોટીસ મોકલી શકે છે. નોટીસમાં પૂછવામાં આવે છે કે તમે ટેકસ રિટર્ન કેમ ફાઇલ કર્યું નથી.

આ રીતે જાણો તમારો ટીડીએસ

તમે ઇનકમ ટેકસ વિભાગની વેબસાઇટ પર જઇને તમે ફોર્મ ૨૬ AS પણ જોઇ શકો છો. આ ફોર્મમાં તે બાબતનું વિવરણ હોય છે કે તમારા પાનના અગેંસ્ટ કેટલી ટીડીએસ ઇનકમ પર કાપવામાં આવી છે. આ પ્રકારે તમને અંદાજો આવી જશે કે તમારો કેટલો ટીડીએસ કપાયો છે અને તમારે કેટલો ટેકસ આપવો પડશે.(૨૧.૨૯)

(3:37 pm IST)