Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વાહ કયા કાર હૈ.....

ગઇ કાલે મુંબઇમાં બાંદરા-કુર્લા કોમ્પ્લેકસમાં આવેલા મુંબઇ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરીટીના ગ્રાઉન્ડમાં યોજાયેલા વિન્ટેજ કાર-શો-ર૦૧૯ માં ભારતમાં પ્રથમ જ વાર પ્રદર્શન માટે મુકવામાં આવેલી ૪૦૦ સુપરકાર, સુપરબાઇકસ, વિન્ટેજ કાર અને વિન્ટેજ બાઇકસમાં સૌથી પ્રાથમિક સ્તરની ત્રણ પૈડાંવાળી કારને ધ્યાનથી જોઇ રહેલી અભિનેત્રી રવીના ટંડન, અંદાજે ૮૦ વર્ષ પહેલાં બનેલી મિની કાર ગઇકાલે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુંબઇના રસ્તાઓ પરથી વિન્ટેજ કારનો રસાલો પસાર થઇ રહ્યો હતો ત્યારે અદ્ભુત દ્રશ્યો સર્જાયાં હતાં. (પ-૧પ)

(11:30 am IST)
  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • વિડીયો : આજે સવારે પોરબંદરના માધૂપુર ઘેડ ગામમાં અચાનક જ એક સિંહ ઘુસી આવતા અફરાતફરી મચી ગઇ હતી : સિંહને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી ગઈ હતી : બે લોકો પર સિંહે હુમલો કર્યાનું પણ જાણવા મળે છે (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:32 pm IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST