Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવ બે વર્ષની તળિયે ગગડ્યા

બજારમાં ખેડૂતોના પરિવહન ખર્ચ સહિત કિલોગ્રામ દીઠ ખોટ સહન કરવાનો વારો

મુંબઈતા.૧૧: મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવ બે વર્ષની તળિયે ગગડ્યા છે ગત સિઝનની સ્ટોકની ડુંગળીના ભાવ એક અથવા બે રૂપિયાની કિંમતે છે જેના પગલે  હોલસેલ માર્કેટમાં નવી જાતના રવી ડુંગળીના ભાવમાં કિલો દીઠ રૂપિયા ૬-૭ ઘટાડો થયો છે.

મુંબઈના છૂટક બજારોમાં, તાજી ડુંગળીનું વેચાણ કિલોગ્રામદીઠ ૧૦ થી ૧૨ વચ્ચે જોવા મળ્યું છે. ખેડૂતોએ રાજય સરકારને તાજેતરમાં ન્યૂનતમ વેચાણ ભાવ કિલોગ્રામદીઠ રૂ.૮.૫ નક્કી કરવા વિનંતી કરી છે, જેથી ભવિષ્યમાં ખેતીમાં વધારો થઈ શકે. નવી રવી જાતનું જથ્થાબંધ બજારમાં ખેડૂતોના પરિવહન ખર્ચ સહિત કિલોગ્રામ દીઠ રૂ.૨-૩ની ખોટ સહન કરી વેચાણ કરવું પડે છે.

(10:03 am IST)